મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા તાલુકા કક્ષાના કર્મચારીઓને માર્ગદર્શન અપાયું


SHARE







મોરબી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા તાલુકા કક્ષાના કર્મચારીઓને માર્ગદર્શન અપાયું

'સ્વછતા એજ સેવા' અંતર્ગત મોરબી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા સ્વચ્છ ભારત મીશન-ગ્રામીણ યોજનાના તાલુકા કક્ષાના કર્મચારીઓની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર રાજ્યની સાથે જ્યારે આગામી બે માસ દરમિયાન મોરબી જિલ્લામાં પણ 'સ્વચ્છતા એજ સેવા' અભિયાનની ઉજવણી કરવામાં આવનાર છે ત્યારે ગ્રામ્ય કક્ષાના તમામ બસ સ્ટેન્ડ/ રેલવે સ્ટેશનોની સાફ સફાઈ થાય અને આ સ્વચ્છતા જળવાઈ રહે તે માટે લોકોને પ્રેરણા આપવાની વગેરે કામગીરી કરવામાં આવનાર છે. ત્યારે ૧૫ ઓકટોબરથી આગામી બે માસ દરમિયાન ગ્રામ્ય શહેરી અને કક્ષાએ લોકો આ અભિયાનથી વાકેફ થઈ સ્વચ્છતા બાબતે જાગૃત બને અને આ અભિયાનમાં વધુમાં વધુ જન ભાગીદારી નોંધાય તે તરફના પ્રયાસો કરવા માટે જિલ્લા કક્ષાના ડિસ્ટ્રીક્ટ કો-ઓર્ડિનેટર ભાવેશભાઈ વાઢેર, એચ.આર.ડી. નરસંગભાઈ છૈયા, ચેતનસિંહ પરમાર, યશભાઈ  કાલરીયા, જુનેદભાઈ કડીવાર તેમજ ચાર્વીબેન ભીમાણી દ્વારા તાલુકા કક્ષાના કર્મચારીઓને પૂરતું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.






Latest News