ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ મોરબીના ગોર ખીજડીયા ગામે સરપંચના હસ્તે તિરંગો લહેરાવીને સ્વાતંત્ર્ય પર્વ ઉજવાયો પર્યાવરણની જાળવણી માટે વૃક્ષોનું વાવેતર-જતન કરવું ખૂબ જરૂરીઃ મંત્રી કાંતિભાઇ અમૃતિયા મોરબીમાં યોજાયેલ બ્રહ્મ ચોર્યાસીમાં રાજ્યમંત્રી, સાંસદ, સહિતના આગેવાનો અને 5000થી વધુ ભૂદેવોએ પ્રસાદનો લાભ લીધો મોરબીમાં ગેરકાયદે કતલખાના તથા નોનવેજનું વેચાણ બંધ કરાવવા 52 કોર્પોરેટરની સહી સાથે હિન્દુ સંગઠનો સંમતિ, હવે પગલે ન લેવાય તો વિરોધ પ્રદર્શન સાથે પૂતળા દહનની ચીમકી મોરબીમાં ઓવરટેઇકની લ્હાયમાં કાર દિવાલ સાથે ટકરાઇ, બે યુવાનો સારવારમાં ટંકારા શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદન કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી રાજકોટ હાઇવે ઉપર વાહન અકસ્માતમાં વૃદ્ધનું મોત


SHARE







મોરબી રાજકોટ હાઇવે ઉપર વાહન અકસ્માતમાં વૃદ્ધનું મોત

રાજકોટ હાઇવે ઉપર વાહન અકસ્માતમાં બનાવ બન્યો હતો જેમાં એકટીવા લઈને જતા વૃદ્ધ રસ્તો ઓળંગી રહ્યા હતા ત્યારે પૂરપાટ જતી કારના ચાલકે તેઓને હડફેટે લેતા અકસ્માતમાં વૃદ્ધને ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેનું મોત નીપજયું હતું જેની પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે

જાણવા મળતી વિગત પ્રમાણે ટંકારા તાલુકાના હરીપર ભુતકોટડા ગામના વતની અને જમીન વિકાસ બેંકના નિવૃત્ત કર્મચારી પરસોતમભાઈ ઉમિયાશંકરભાઈ દવે (૮૯) રહે. હરીપર ભુતકોટડા વાળા તા. ૧૧ ના રોજ બપોરના ૧૨ વાગ્યાના અરસામાં મોરબી રાજકોટ હાઇવે ઉપર ટંકારા નજીક આવેલા એચપીના પેટ્રોલ પંપ પાસેથી જતા હતા અને ત્યારે તેઓના એકટીવાને કારના ચાલકે હડફેટે લેતા વૃદ્ધને ઇજા થયેલ હતી જેથી તેને મોરબી ક્રિષ્ના હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા અને ત્યાં ટૂંકી સારવાર દરમિયાન તેઓનું મોત નીપજયું હતું ત્યાર બાદ આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરી હતી જેથી આ બનાવની પ્રાથમિક તપાસ હરેશભાઈ ચાવડાએ કરી હતી અને આ બનાવ ટંકારા પોલીસની હદનો હોવાની ત્યાં જાણ કરવામાં આવશે 






Latest News