મોરબીના વઘાસીયા ટોલનાકા પાસે બાઈક ચાલકને અજાણ્યા કાર ચાલકે હડફેટ લેતા માથામાં ઇજા મોરબી : વાંકાનેરના દિધલીયા ગામે ભત્રીજા સાથે ઝઘડો કરતાં ઈસમને સમજાવવા જતાં છરી વડે હુમલો મોરબી જીલ્લામાં પેટ્રોલ-ડીઝલના જથ્થા બાબતે સોશિયલ મીડિયામાં ફેલાતી અફવાઓથી દૂર રહેવા કલેકટરની લોકોને અપીલ માળીયા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠક ઉપર કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા માટે 52 આગેવાનોએ સેન્સ આપી મોરબી શહેર-જીલ્લામાં વાહન ચાલકોએ પેટ્રોલ-ડીઝલ માટે લાઈનો લગાવી, પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી-વિનોદભાઇ ડાભી ગુજરાત બાર કાઉન્સીલમાં સતત ચોથી વાર ચૂંટાયેલા દિલીપભાઇ પટેલનું મોરબીમાં વાજતે ગાજતે સ્વાગત કરાયું મોરબી સહિત ગુજરાતમાં વાવાઝોડું-કમોસમી વરસાદથી થયેલ નુકશાન સામે વળતર આપવા આપના આગેવાનની મુખ્યમંત્રીને રજૂઆત મોરબીમાં મહાપાલિકા દ્વારા નવા બનનારા ઓડિટોરીયમને મહારાજા મહેન્દ્રસિંહજી ઓડિટોરીયમ નામ આપવાની માંગ
Breaking news
Morbi Today

વાંકાનેરના ગાંગીયાવદર ગામનો યુવાન પરણીતા સાથે છનન..!


SHARE











વાંકાનેરના ગાંગીયાવદર ગામનો યુવાન પરણીતા સાથે છનન..!
 
મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકામાં આવેલા ગાંગીયાવદર ગામે રહેતા જેસાભાઈ ધરમશીભાઈ ધરજીયા જાતે કોળી (ઉંમર ૫૬) એ હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તેઓના નાના ભાઈ રમેશભાઈ ધરમશીભાઈ ધરજીયા જાતે કોળી (ઉમર ૨૫) રહે.ગાંગીયાવદર વાળા પોતાના ઘરેથી ગત તારીખ ૨૧-૮ ના રોજથી ગુમ થયો હોવા અંગેની જાણ કરેલ છે.જેમાં તેમણે જણાવ્યું છે કે, તેઓના ભાઈ રમેશભાઈ કોઈને કશું કહ્યા વગર પોતાના ઘરેથી કયાંક ચાલ્યા ગયા છે અને તેમની શોધખોળ કરવા છતા કોઇ જગ્યાએથી પત્તો લાગેલ નથી જેથી કરીને પોલીસે યુવાન ગુમ થયો હોવા અંગેની નોંધ કરીને આગળ રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.
 
બનાવ સંદર્ભે તપાસ અધિકારી હકાભાઇ ચૌહાણ સાથે વાત કરતાં જાણવા મળ્યું હતું કે, ગાંગીયાવદર ગામની જ રહેવાસી અને હાલ વાંકાનેરના સેખરડી ગામે પરણાવેલ સુખુબેન રસાભાઇ ડાભી જાતે કોળી નામની પરિણીતા રક્ષાબંધન કરવા માટે માવતરને ત્યાં ગાંગીયાવદર ગામે આવી હતી તે દરમિયાનમાં સુખુબેન નામની પરણીતા અને ગુમ થયેલા રમેશભાઇ ધરમશીભાઈ ધરજીયા જાતે કોળી (ઉમર ૨૫) કેજે અપરણીત છે બંનેની આંખ મળી ગઈ હવે અને તેથી યુવાન પરિણીતા સુખુબેનને સાથે લઇને ભાગી ગયો હોવાની માહિતી મળી છે કે અને આગળની તપાસ ચાલુ છે.
 
વાહન અકસ્માતમાં ઈજા
 
મોરબીના સામાકાંઠે આવેલા પાવનપાર્ક વિસ્તારમાં રહેતો ધર્મ રાજેશભાઈ બાયડ નામનો ૨૪ વર્ષીય યુવાન બાઇક લઇને મોરબીના વાંકાનેર હાઇવે ઉપરથી જતો હતો ત્યાં લાલપર ગામ પાસે આવેલી બાપા સીતારામ મઢુલી નજીક તેના બાઇકને અકસ્માત નડતા ઈજાગ્રસ્ત થયેલા ધર્મને અહીંની સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં લાવવામાં આવ્યો હતો.તેમજ મોરબીના શનાળા રોડ ઉપર આવેલી રામેશ્વર સોસાયટીમાં રહેતી સ્નેહલબેન અજયભાઈ મીરાણી નામની ૧૬ વર્ષીય યુવતી રોડ ક્રોસ કરી રહી હતી ત્યારે અજાણ્યા બાઇક ચાલકે તેણીને હડફેટે લેતા ઇજાગ્રસ્ત સ્નેહલબેમને અહીંની ડો.હેમલ પટેલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવી હતી.



Latest News