મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીમાં ઘરમાં તોફાન કરવાની દીકરાને ના પાડતા વૃદ્ધ પિતાને ગાળો આપીને મારી નાખવાની ધમકી આરોપીની ધરપકડ


SHARE







મોરબીમાં ઘરમાં તોફાન કરવાની દીકરાને ના પાડતા વૃદ્ધ પિતાને ગાળો આપીને મારી નાખવાની ધમકી આરોપીની ધરપકડ

મોરબીમાં ઉમા ટાઉનશીપ પાસે આવેલ અરુણોદયનગર વિસ્તારમાં રહેતા વૃદ્ધ પિતાએ ઘરમાં તોફાન કરવાની તેના દીકરાને ના પાડી હતી જેથી કરીને ઉશ્કેરાઈ ગયેલા દીકરાએ તેના પિતાને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી માટે ભોગ બનેલા વૃદ્ધ દ્વારા મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં ટાઉનશિપની બાજુમાં આવેલ અરુણોદયનગર સોસાયટીમાં પાણીની ટાંકી પાસે રહેતા રમેશચંદ્ર દેવશંકર ચાંઉ જાતે બ્રાહ્મણ (૭૪) એ તેના દીકરા ઉદયભાઇ રમેશચંદ્ર ચાંઉ સામે ફરિયાદ નોંધાવી હતી જેમાં તેણે જણાવ્યું હતું કે તેના દીકરાને ઘરમાં તોફાન ન કરવા બાબતે તેઓ સમજાવતા હતા ત્યારે તેનો દીકરો ઉદય ચાંઉ ઉશ્કેરાઈ ગયો હતો અને તેણે ફરિયાદીને ગાળો આપી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા રમેશચંદ્ર ચાંઉ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેના આધારે પોલીસે આરોપી ઉદયભાઇ રમેશચંદ્ર ચાંઉ જાતે બ્રાહ્મણ (૩૪) રહે અરુણોદયનગર મોરબી વાળા ની ધરપકડ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

ઇલેક્ટ્રીક શોર્ટ
મોરબી શહેરના મકરાણીવાસ વિસ્તારમાં રહેતો અંબર રાસીદભાઈ સમા (૧૮) નામનો યુવાન પોતે પોતાના ઘરે હતો ત્યારે ત્યાં કોઈ કારણોસર તેને ઇલેક્ટ્રીક શોટ લાગ્યો હતો જેથી કરીને તે યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તે યુવાનને સારવાર આપ્યા બાદ આ બનાવાની હોસ્પિટલ મારફતે મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના એચ.એમ. ચાવડા કરી રહ્યા છે

બાઇક સ્લીપ
મોરબીમાં આવેલ મોચી શેરીમાં રહેતા ચંદ્રકાંતભાઈ મોહનભાઈ પીઠડીયા (૭૨) નામના વૃદ્ધને બાઈક સ્લીપ થતાં અકસ્માતના બનાવમાં ઈજા થઈ હતી જેથી કરીને ઈજા પામેલા વૃદ્ધને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તે વૃદ્ધને સારવાર આપવામાં આવ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની વધુ તપાસ હરેશભાઈ ચાવડા ચલાવી રહ્યા છે






Latest News