મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં મેયર સારો કે મારો તે પ્રશ્નાર્થ: મોરબી મહાપાલિકાના પ્રથમ મેયર માટે ચાલતી ખેંચતાણમાં છેલ્લી ઘડીએ પેનલના નામ ઉપર નીચે કરાતા હોબાળો રાજકોટની જેલમાંથી પેરોલ ઉપર મુક્ત થયેલ કેદી નાસી જતા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો મોરબીમાં સર્કિટ હાઉસ નજીક દેશી દારૂના હાટડા ઉપર સ્થાનિક લોકોની જનતા રેડ, પોલીસની કામગીરી સામે સવાલ વાંકાનેરમાં ચંદ્રપુર ગામે રહેણાક મકાનમાંથી 54 બોટલ દારૂ સાથે આરોપી ઝડપાયો, એકની શોધખોળ મોરબીના જેતપર ગામ નજીક જુગારની રેડ પડતા જુગારીઓમાં નાશ ભાગ: 9 પકડાયા, 4 ફરાર: 1.20 લાખનો મુદ્દામાલ કબજે રે કળયુગ: મોરબીમાં લાઈટ બિલ ભરવાનું કહેતા પિતાને પુત્ર અને પુત્રવધુ સહિત ત્રણ વ્યક્તિઓએ માર માર્યો
Breaking news
Morbi Today

માળીયા (મી)ના વવાણીયા ગામે અગાઉ થયેલ ઝઘડાનો ખાર રાખીને યુવાનને ત્રણ શખ્સોએ માર માર્યો: આરોપીઓની ધરપકડ


SHARE











માળીયા (મી)ના વવાણીયા ગામે અગાઉ થયેલ ઝઘડાનો ખાર રાખીને યુવાનને ત્રણ શખ્સોએ માર માર્યો: આરોપીઓની ધરપકડ

માળીયા મીયાણા તાલુકાના વવાણીયા ગામે રહેતા યુવાને અગાઉ વેબ્રિજની ઓફિસમાં સુવાની ના પાડી હતી ત્યારે ઝઘડો થયો હતો જે બાબતનો ખાર રાખીને ત્રણ શખ્સો દ્વારા તેને ગામમાં લાકડી વડે અને હાથમાં પહેરેલા કડા વડે માર મારવામાં આવ્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી કરીને ભોગ બનેલા યુવાને સારવાર લીધા બાદ હાલમાં માળીયા મિયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ત્રણેય આરોપીને પકડીને આગળની કામગીરી કરેલ છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે માળિયા મીયાણા તાલુકાના વવાણીયા ગામે રહેતા અસલમભાઈ અભરામભાઈ કચ્ચા જાતે વાઘેર (૨૨) એ હાલમાં માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સલીમભાઈ કરીમભાઈ સોતા, અસલમભાઇ કરીમભાઈ સોતા અને ફારુકભાઈ કરીમભાઈ સોતા રહે ત્રણેય વવાણીયા ગામ વાળા ની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે અગાઉ સલીમભાઈ કરીમભાઈ સોતા સાથે વે બ્રિજની ઓફિસમાં સુવાની ના પાડતા ઝઘડો થયો હતો જે બાબતનો કાર રાખીને તે વવાણીયા ગામમાં હતો ત્યારે તેને વે બ્રિજની ઓફિસમાં સુવાની ના કેમ પાડી હતી તેમ કહીને હાથમાં પહેરેલા કડા વડે સલીમભાઈએ માથામાં માર માર્યો હતો ત્યારે અસલમભાઈ સોતાએ તેને પકડી રાખ્યો હતો અને ફારૂકભાઈ સોતાએ તેને લાકડી વડે માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ત્રણ શખ્સોની સામે ગુનો નોંધી ત્રણેય આરોપીઓની ધરપકડ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

દારૂ ભરેલ ઇનોવા ઝડપાઇ

મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ રફાળેશ્વર ગામ પાસે દરિયાલાલ હોટલ સામેથી શિવ શક્તિ વેબ્રિજના ગ્રાઉન્ડમાં ઇનોવા ગાડી નંબર જીજે ૬ સીએમ ૭૯૭૯ પાર્ક કરીને મૂકી હતી જે ગાડીમાં દારૂનો જથ્થો હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ગાડીને ચેક કરી હતી ત્યારે ગાડીમાંથી કુલ મળીને ૫૦૦ લીટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે ૧૦,૦૦૦ રૂપિયાની કિંમતનો દારૂ તથા દોઢ લાખ રૂપિયા ની કિંમતની ઇનોવા કાર આમ કુલ મળીને ૧.૬૦ લાખ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ સ્થળ ઉપરથી કબજે કર્યો હતો અને કાર ચાલક હાજર ન હોવાથી તેની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News