જેને જે કરવુ હોય તે કરે, હું 1997 માં રાજ્યના મુખ્યમંત્રીને અડી ગયો હતો, મારી ટીમ અને વેપારીઓ મારી સાથે જ છે: મોરબીમાં રાજ્ય મંત્રી કાંતિભાઇ અમૃતિયાનો સીધો પ્રહાર મોરબી જિલ્લાના હોટલ માલિકોએ પથિક સોફટવેરમાં રજીસ્ટ્રેશન કરાવવા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું મોરબી જિલ્લામાં બંદર-કોસ્ટલ વિસ્તારના ૮ ટાપુઓ ઉપર પ્રવેશબંધી મોરબી: ગુજકેટની પરીક્ષા સંદર્ભે જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું; ૧૦ શાળાઓમાં પરીક્ષાનું આયોજન મોરબી જીલ્લામાં ખેતીવાડીની યોજના અને બાગાયત ખાતાની યોજનાના લાભ માટે આઈ-ખેડૂત પોર્ટલ ૨.૦ ઉપર ૨૬ એપ્રિલ સુધી ઓનલાઇન અરજી કરી શકાશે હળવદમાં આધેડની હત્યાના ગુનામાં બે આરોપીની ધરપકડ: 4 ની શોધખોળ મોરબીમાં નરસંગ ટેકરીની બાજુમાં બનશે અદ્યતન સુવિધાઓથી સજ્જ નવી મોડર્ન લાઇબ્રેરી મોરબીમાં વાસી નુડલ્સ-ગ્રેવિ, ફૂડ કલર અને ખરાબ રબડીનો નાશ કરતો ફૂડ વિભાગ
Breaking news
Morbi Today

મોરબીના નાગડાવાસ પાસે મહિલા ફોરેસ્ટ ઓફિસર ઉપર હુમલો કરનારા બંને આરોપીનો શરતી જામીન ઉપર છુટકારો


SHARE











મોરબીના નાગડાવાસ પાસે મહિલા ફોરેસ્ટ ઓફિસર ઉપર હુમલો કરનારા બંને આરોપીનો શરતી જામીન ઉપર છુટકારો

મોરબી માળીયા હાઈવે ઉપર નાગડાવાસ નજીક ગુજરાત ગેસ કંપનીની લાઈન નાખવાની કામગીરી ચાલુ છે ત્યાં વૃક્ષો કાપવામા આવે છે તેવી ફોનથી જાણ મહિલા ફોરેસ્ટ ઓફિસર સોનલબેન નાનુભાઈ શીલુને કરવામા આવેલી હતી જેથી તેઓ ત્યાં બનાવ સ્થળે ગયેલા ત્યાં જોતા તપાસ કરતા કોઈ વૃક્ષઓ કાપવામા આવતા ન હતા.બીજી તરફ ત્યાં ઉભેલા માથાભારે શખ્શે ગેસ કંપનીનું કામ કરી રહેલ વ્યક્તિની સાથે માથાકૂટ કરી હતી.તેથી મહિલા ફોરેસ્ટ ઓફિસર સોનલબેન શીલુ દ્વારા પોતાના મોબાઈલ ફોનમા તે બાબતનું વિડિઓ શૂટિંગ કર્યું હતું જેથી કરીને તે શખ્શે મહિલા ફોરેસ્ટ ઓફિસર સોનલબેન શીલુ ઉપર હુમલો કર્યો હતો અને જપાજપી કરી હતી.ત્યાર બાદ મહિલા ફોરેસ્ટ અધિકારી સોનલબેન શીલુને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલમા લઇ આવીયા હતા અને આ બનાવ અંગેની મોરબી તાલુકા પોલીસને જાણ કરેલી હતી.

 
મોરબી-૨ ખાતે લાલબાગ સરકારી ક્વાર્ટરમા રહેતા મહિલા ફોરેસ્ટ ઓફિસર અધિકારી સોનલબેન શીલુ જાતે બ્રાહ્મણ (ઉંમર વર્ષ ૩૬) એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમા જયેશ ગગુભાઈ મિયાત્રા આહીર તથા વસંતભાઈ નારણભાઇ રાઠોડ આહીર બને રહે.જુના નાગડાવાસ વાળાઓ સામે ફરિયાદ નોંધાવેલ જેથી પોલીસે ગુનો રજીસ્ટર કરીને ભારતીય ફોજદારી ધારાની કલમ ૩૩૨ ક(રાજ્ય સેવકને પોતાની ફરજ બજાવતા રોકવા માટે સ્વેકછા પૂર્વક વ્યથા કરવી), કલમ ૩૨૩ સ્વેકછાપૂર્વક વ્યથા કરવી  તથા કલમ ૫૦૪ સુલેહ શાંતિનો ભંગ કરવા ઉશ્કેરવા માટે ઈરાદાપૂર્વક અપમાન કરવું તથા કલમ ૧૧૪ મુજબ ગુન્હો નોંધ્યો હતો.ત્યારે દુષ્પ્રેરકની હાજરી વિગેરે મુજબ કલમો લગાવીને બંને આરોપી જયેશ આહીર તથા વસંત આહીરની મોરબી તાલુકા પોલીસ દ્વારા આ ગુનાહના કામે ધરપકડ કરેલી અને તા.૧૭-૯-૨૩ ના રવિવારના રોજ મોરબીના મહે.અડી.ચીફ જ્યુડિશીયલ મેજિસ્ટ્રેટ ચંદનાનીના નિવાસ સ્થાને તેઓ સમક્ષ રજુ કરતા આ કામના બંને આરોપી ઓ જયેશ આહીર અને વસંત આહીર તરફે વિદ્વાન ધારાશાસ્ત્રી ગુજરાત હાઇકોર્ટ પી.ડી.માનસેતા દ્વારા જામીન અરજી રજુ કરી ને ધારદાર કાયદાકીય દલીલ કરતા જે દલીલ મેજી. સાહેબે માન્ય રાખીને બંને આરોપીઓને રૂપિયા વીસ-વીસ હજારના શરતી જામીન ઉપર છોડવાનો હુકમ ફરમાવેલ અને બંને આરોપીઓની સામે સુલેહ શાંતિના ભંગ બદલ મોરબી મામલતદાર સમક્ષ ચેપ્ટર કેસો કરી રજુ કરવામાં આવેલ અને ત્યાં પણ બંને આરોપીના વકીલ પી.ડી.માનસેતા દ્વારા કાયદાકીય દલીલ કરેલ અને બંને આરોપીઓને જામીન ઉપર છોડી મુકવાનો હુકમ મામલતદારએ ફરમાવેલ છે.આ ગુનાહના કામે બંને આરોપીઓ જયેશ ગગુભાઈ મિયાત્રા આહીર અને વસંત રાણાભાઇ રાઠોડ આહીર બંને રહે.જુના નાગડાવાસ તા.જી. મોરબી વાળાઓ તરફે વિદ્વાન ધારાશસ્ત્રી ગુજરાત હાઇકોર્ટ પી.ડી.માનસેતા રોકાયેલ હતા.





Latest News