મોરબીમાં ભારતી વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા સ્મશાનની પવિત્ર ભૂમિ ઉપર તિરંગો લહેરાવીને સલામી અપાઈ મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન
Breaking news
Morbi Today

મોરબીના બાયપાસ રોડે શિવગંગા એપાર્ટમેંટમાં રહેતા યુવાને અગમ્ય કારણોસર સરતાનપર રોડે અંતિમ પગલું ભર્યું


SHARE







મોરબીના બાયપાસ રોડે શિવગંગા એપાર્ટમેંટમાં રહેતા યુવાને અગમ્ય કારણોસર સરતાનપર રોડે અંતિમ પગલું ભર્યું

મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ ધ્રુવી હોસ્પિટલની સામેના ભાગમાં આવેલ શિવ ગંગા એપાર્ટમેન્ટમાં રહેતો યુવાન ઘરેથી રાંદલમાં જવાનું કહીને નીકળ્યો હતો ત્યારબાદ મોરબીના સરતાનપર રોડ ઉપર કોઈ કારણોસર તેને ઝેરી દવા પી લેતા તેનું મોત નીપજયું હતું જે બનાવની મોરબી એ ડિવિઝન પોલીસ દ્વારા મૃતકના પરિવારજનને જાણ કરવામાં આવતા મૃતકની ડેડબોડીને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ લઈ ગયા હતા અને આ બનાવની પોલીસે નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ ધ્રુવી હોસ્પિટલની સામેના ભાગમાં આવેલ શિવ ગંગા એપાર્ટમેન્ટમાં રહેતા મનોજભાઈ ગોરધનભાઈ દેસાઈ (૩૭) નામનો યુવાન ગત તા. ૧૭ ના રોજ પોતાના ઘરેથી મિત્રના ઘરે રાંદલમાં જવાનું છે તેવું કહીને નીકળી ગયો હતો અને ત્યારબાદ મોડી રાત સુધી આવ્યો ન હતો અને તેનો મોબાઈલ પણ સ્વીચ ઓફ આવતો હતો. જોકે, બીજા દિવસે તા. ૧૮ ના રોજ તે યુવાને તેની પત્ની મુનીરાબેનને ઘરે ફોન કરીને હું ઘરે આવી જઈશ તેવું કહ્યું હતું જોકે, ત્યાર પછી પણ તે ઘરે આવેલ ન હોવાથી આ અંગેની મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પરિવાર દ્વારા જાણ કરવામાં આવી હતી જેથી પોલીસ અને પરિવારજનો દ્વારા યુવાનની શોધખોળ કરવામાં આવી રહી હતી તેવામાં મોરબી નજીકના સરતનપર રોડ ઉપર કોઈ અકળ કારણોસર ઝેરી દવા પીને મનોજ ગોરધનભાઈ દેસાઈએ આપઘાત કર્યો હોવાની મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન મારફતે મૃતકના પરિવારજનને જાણ કરવામાં આવી હતી અને તેના ડેડબોડીને પીએમ માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યું હતું. અને ત્યાંથી ફોરેન્સિક પીએમ માટે રાજકોટ લઈ ગયા હતા વધુમાં મળતી માહિતી મુજબ મૃતકને દસ વર્ષનો એક દીકરો છે અને તે યુવાન સીરામીકમાં ઓપરેટર તરીકે કામ કરતો હતો જો કે, તેને કયા કારણોસર અંતિમ પગલું ભર્યું તે દિશામાં આગળની તપાસ ચાલી રહી છે

માર માર્યો

હળવદના પંચમુખી રોડ ઉપર રહેતો વિક્રમ વિનોદભાઈ વીરગામિયા (૨૩) નામનો યુવાન હળવદની મોરબી ચોકડી પાસે હતો ત્યારે ત્યાં ત્રણ અજાણ્યા શખ્સોએ તેની સાથે બોલાચાલી કરી હતી અને ત્યારબાદ તેને ધોકા વડે માર માર્યો હતો જેથી કરીને ઈજા પામેલા યુવાનને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે હળવદ પોલીસને જાણ કરવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે જોકે, યુવાનને કયા કારણોસર માર માર્યો તે અંગેની કોઈ માહિતી સામે આવેલ નથી






Latest News