માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા
Breaking news
Morbi Today

મોરબીના મુનનગર વિસ્તારમાં ફ્લેટમાં જુગાર રમતા બે મહિલા સહિત નવ ૧.૪૧ લાખ સાથે પકડાયા


SHARE







મોરબીના મુનનગર વિસ્તારમાં ફ્લેટમાં જુગાર રમતા બે મહિલા સહિત નવ ૧.૪૧ લાખ સાથે પકડાયા

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકના સ્ટાફને મળેલ બાતમીના આધારે પોલીસે મોરબીના મુનનગર વિસ્તારમાં આવેલ સતનામ સોસાયટીના કેસરી હાઈટ બ્લોક નંબર ૨૦૨ માં રેડ કરી હતી.જ્યાં ઘરધણી તથા બે મહિલા સહિત કુલ નવ પતાપ્રેમીઓ જુગાર રમતા મળી આવ્યા હતા.જેથી પોલીસે રોકડા રૂપિયા ૧,૪૦,૮૦૦ સાથે તમામની ધરપકડ કરી જુગારધારા હેઠળ ગુનો નોંધ્યો છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકના અરવિંદભાઈ ઝાપડિયા સહિતનો સ્ટાફ રાઉન્ડમાં હતો.તે દરમિયાનમાં કિશનભાઇને બાતમી મળી હતી કે મોરબીના મુનનગર પાછળ આવેલ સતનામ સોસાયટી કેસરી હાઈટના બ્લોક નંબર ૨૦૨ માં રહેતા હસમુખ રમેશભાઇ ઠોરીયાના રહેણાંક ફલેટમાં જુગાર રમાઈ રહ્યો છે. જેથી પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે ત્યાંથી ઘરધણી હસમુખ રમેશભાઇ ઠોરીયા જાતે પટેલ (ઉ.વ.૩૨) ધંધો વેપાર રહે.બ્લોક નં.૨૦૨ કેસરી હાઇટસ સતનામ સોસાયટી મુનનગર મેઇન રોડ, યોગેશભાઇ ભીમજીભાઇ પટેલ (ઉ.વ.૩૯) ધંધો.પ્રા.નોકરી રહે.કેસરી હાઇટસ સતનામ સોસાયટી મુનનગર મેઇન રોડ, આશીષભાઇ વિનોદભાઇ પટેલ (ઉ.વ.૩૨) ધંધો.વેપાર રહે.ઉમીયાનગર વાવડી રોડ, સંજયભાઇ હીરાભાઇ સોમૈયા જાતે લુવાણા (ઉ.વ.૪૯) ધંધો વેપાર રહે.ન્યુ.ગુજરાત હાઉસીંગ બોર્ડ શનાળા રોડ, કિર્તીભાઇ છબીલભાઇ કોટેચા જાતે લુવાણા (ઉ.વ.૪૮) ધંધો વેપાર રહે.વાઘપરા શેરી નં.૧૧, મહેશભાઇ ધરમશીભાઇ પટેલ (ઉ.વ.૩૯) ધંધો ખેતી રહે.કન્યા છાત્રાલય રોડ વિજયપીચ સોસાયટી, ધર્મેશભાઇ દીનેશભાઇ પિત્રોડા જાતે લુહાર (ઉ.વ.૩૫) ધંધો વેલ્ડીંગકામ રહે.વાવડીરોડ જનકનગર-૧, ચેતનાબેન અશોકભાઇ ગજ્જર જાતે લુહાર (ઉં.વ.૩૦) ધંધો ઘરકામ રહે.લાયન્સનગર સતનામ એપાર્ટમેન્ટ વાળી શેરી નવલખી રોડ અને માલતીબેન વિઠ્ઠલભાઇ ભટ્ટી જાતે રજપુત (ઉ.વ.૨૧) ધંધો ઘરકામ રહે.સ્વાતીપાર્ક વાવડી રોડ વાળાઓ ત્યાં જુગાર રમતા મળી આવતા તમામ સામે જુગારધારાની કલમ ૪ અને ૫ મુજબ ગુનો નોંધ્યો હતો.ઘરધણી હસમુખ ઠોરીયા પોતાના કબ્જા ભોગવટા વાળા મકાનમા બહારથી માણસોને બોલાવી જુગારના સાધનો પુરા પાડી પોતાના અંગત ફાયદા સારૂ નાલ ઉઘરાવીને રોન પોલીસનો જુગારનો અખાડો ચલાવતા મળી આવતા પોલીસે સ્થળ ઉપરથી રોકડા રૂા.૧,૪૦,૮૦૦ જપ્ત કરીને તમામની સામે ધોરણસરની કાર્યવાહી કરી હતી.

ટંકારાના જબલપુર ગામે મારામારી

મોરબીના ટંકારા તાલુકાના જબલપુર ગામે આવેલ પોલીપેકના કારખાનામાં મારામારીનો બનાવ બન્યો હતો.જે બનાવમાં ચંદનકુમાર (ઉમર ૨૪), વિકાસ રામશંકર મહાતે (ઉમર ૨૩) અને સોનુકુમાર મુન્શીલાલ મહાતે (ઉમર ૨૪) નામના ત્રણ યુવાનોને ઇજાઓ થતા સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા અને બનાવ સંદર્ભે હોસ્પિટલ ખાતે તેઓની સારવાર કરવામાં આવ્યા બાદ મોરબી એ ડિવિઝન પોલીસ મથકે જાણ કરવામાં આવતા હરેશભાઇ ચાવડાએ પ્રાથમીક તપાસ કરીને બનાવ બાબતે ટંકારા પોલીસમાં જાણ કરી હતી.

વાહન અકસ્માતે ઇજા

મોરબીના લાતી પ્લોટ વિસ્તારની શેરી નંબર-૫ માં વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો.જે બનાવમાં મોરબીના રહેવાસી આદિત્યકુમાર જેંન્દાલસિંગ જાટવ નામના ૧૬ વર્ષીય સગીરને ઇજાઓ થવાથી તેને મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.હાલ આ બનાવ બાબતે જાણ થતા એ ડિવિઝન પોલીસ મથકના એચ.એમ.ચાવડા દ્વારા નોંધ કરીને આગળની તપાસ હાથ ધરાઇ છે






Latest News