મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબી જીલ્લા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખની બુધવારે થશે વરણી


SHARE







મોરબી જીલ્લા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખની બુધવારે થશે વરણી

મોરબી જીલ્લા પંચાયતના આગામી અઢી વર્ષની ટર્મ માટે આગામી બુધવારના રોજ પ્રમુખ તેમજ ઉપપ્રમુખની વરણી કરવામાં આવનાર છે.જયારે ગુરૂવાર સુધીમાં મોરબી જીલ્લાના પાંચેય તાલુકા પંચાયતોના પ્રમુખ અને ઉપપ્રમુખની પણ વરણી કરવામાં આવશે.જીલ્લા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી માટે મંગળવારે ફોમ ભરાયા બાદ ફોર્મની ચકાસણી થશે અને બુધવારે સામાન્ય સભામાં મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખની વરણી થશે.

મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ તેમજ ઉપપ્રમુખની અઢી વર્ષની ટર્મ પૂરી થવાથી આગામી અઢી વર્ષ માટે નવા પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ છે.મોરબી જીલ્લા પંચાયતમાં ભાજપની હાલ બહુમતી છે.તેમજ રોટેશન મુજબ આગામી અઢી વર્ષની ટર્મમાં  પ્રમુખ તરીકે અનુ.જાતિ અનામત છે ત્યારે પ્રમુખ પદ માટે ભાજપમાંથી પૂર્વ પ્રમુખ હંસાબેન પારઘી તેમજ ટંકારની ઓટાળા સીટના કમળાબેન અશોકભાઈ ચાવડા દાવેદાર છે.શાસક પક્ષ આ બે મહિલા ઉમેદવારમાંથી કોઈ એકને પ્રમુખ તરીકે તેમજ અન્યને ચેરમેન વરણી કરી શકે છે.મોરબી જીલ્લાની પાંચેય તાલુકા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી પણ આગામી દિવસોમાં યોજશે અને ગુરૂવાર સુધીમાં પાંચેય તાલુકા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખની વરણી કરી દેવામાં આવશે તેમ સુત્રોએ જણાવેલ છે.






Latest News