મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીના ઉંચી માંડલ નજીક ટ્રક ચાલકે હડફેટે લેતા સગીર સહિત બેનાં મોત: એકને ઇજા


SHARE







મોરબીના ઉંચી માંડલ નજીક ટ્રક ચાલકે હડફેટે લેતા સગીર સહિત બેનાં મોત: એકને ઇજા

મોરબીના ઉંચી માંડલથી તળાવિયા શનાળા જવાના રસ્તે રસ્તો ઓળંગી રહેલા ત્રણ યુવાનોને ટ્રક ચાલકે હડફેટે લેતા એક સગીર સહિત બે વ્યક્તિને ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું અને એક ઇજાગ્રસ્તને સારવારમાં ખસેડવામાં આવેલ છે

જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના ઉંચી માંડલ ગામે રહેતા સુનિલ લાખાભાઈ પરસાડીયા (૧૯), નયન રાજેશભાઈ લાંબરીયા (૧૪) અને કરણ ભરતભાઈ લાંબરીયા (૧૫) બાઇક લઈને જતાં હતા ત્યારે બાઈકમાં પંચર પડતા પંચર રીપેર કરાવી ત્રણેય રસ્તો ઓળંગી રહ્યા હતા ત્યારે ટ્રક જીજે ૧૨ એયુ ૮૪૨૭ ના ચાલકે તેને હડફેટે લીધા હતા ત્યારે સુનિલ લાખાભાઈ પરસાડીયા (૧૯) અને નયન રાજેશભાઈ લાંબરીયા (૧૪) નું મોત નીપજ્યું હતું. જો કે, કરણ ભરતભાઈ લાંબરીયાને ઈજા થઈ હોવાથી તેને મોરબી સિવિલ હોસ્પિટલે સારવાર માટે લઈને આવ્યા હતા અત્રે ઉલ્લખનીય છે કે, મૃતક બન્ને મિત્ર હતા અને સગીર સહિત બે વ્યક્તિના મોત નિપજ્યાં છે જેથી કરીને તેના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે અને મૃતકના પરિવારજનમાંથી ફરિયાદ લેવા માટેની તજવીજ ચાલી રહી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ બીટ જમાદાર જે.પી. પટેલ દ્વારા કરવામાં આવી છે






Latest News