મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ અને ડીડીઓની હાજરીમાં તિરંગા યાત્રા યોજાઈ મોરબી જિલ્લા પંચાયતમાં 6 વર્ષ પહેલા મંજૂર કરાયેલ 8 કામ ન કરવામાં આવતા અંતે રદ્દ કરાયા ફાર્મર જેન-ઝી સમગ્ર ગુજરાતમાં પૂરા વળતર માટે ખાનગી કંપની અને ગુજરાત સરકારને ઝુકાવશે: મોરબીના જેતપર ગામેથી ખેડૂતોનો લલકાર મોરબીના મહેન્દ્રનગર ગામે ભાઈને સ્કૂલે મૂકવા જવાનું કહીને ઘરેથી નીકળેલ યુવતી ગુમ મોરબીના ગાળા ગામ પાસે કારખાનામાં પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી 2 વર્ષના બાળકનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં કાલે વડવાળા યુવા સંગઠન- વરિયા મંદિર યુવા ગ્રુપ જન્માષ્ટમી ઉજવાશે: ધક્કાવાળી મંદિરે ૧૮૦૦ દિવડાની આરતી


SHARE







મોરબીમાં કાલે વડવાળા યુવા સંગઠન- વરિયા મંદિર યુવા ગ્રુપ જન્માષ્ટમી ઉજવાશે: ધક્કાવાળી મંદિરે ૧૮૦૦ દિવડાની આરતી

મોરબીના વડવાળા યુવા સંગઠન દ્વારા જન્માષ્ટમીના દિવસે મોરબીના શાક માર્કેટ ચોકમાં બપોરે ૧૨ વાગ્યે મટકી ફોડનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં રાસ મંડળીઓ રાસની રમઝટ બોલાવશે ત્યારે માલધારી સમાજ પરંપરાગત હુડો, ટીટોડો લઈને ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવના વધામણા કરવામાં આવશે ત્યારે માલધારી સમાજને પરંપરાગત વેશભૂષા પહેરીને હાજર રહેવા અપીલ કરવામાં આવી છે

મોરબીના રવાપર રોડ પર આવેલ ફ્લોરા ૧૫૮ પરિવાર દ્વારા કૃષ્ણ જન્મોત્સવ ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરાશે ત્યારે ૭ સપ્ટેમ્બરના દિવસે કૃષ્ણ જન્માષ્ટમી નિમિતે કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમથી કરવામાં આવશે. જેમાં સવારે ૮ વાગ્યે શોભાયાત્રા યોજાશે.

મોરબીના વરિયા મંદિર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમીની ઉજવણી કરાશે ત્યારે સોઓરડી મેઈન રોડ ઉપર વરિયાનગરમાં આવેલ વરિયા માતાજીના મંદિર ખાતે રાત્રે ૧૨ વાગ્યે મટકી ફોડનો કાર્યક્રમ યોજાશે. સાથે બહેનો અને યુવાનો માટે રાસ ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું છે

કાલે જન્માષ્ટમીના દિવસે સાંજના ૭:૩૦ કલાકે ધક્કાવાળી મેલડી માતાજીના મંદિરે અનોખુ આયોજન કરવામાં આવ્યું છે અને ત્યારે ૧૮૦૦ દીવડાનો દિપ પ્રાગટ્ય મહોત્સવ યોજાશે જેથી કરીને સર્વે ધર્મપ્રિય લોકોને દર્શનનો લાભ લેવા આમંત્રણ આપવામાં આવ્યું છે






Latest News