વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

મોરબીમાં રહેતી પરિણીતાને ખાધા ખોરાકીની રકમ ન આપનારા પતિને ૮૦ દિવસની સજા


SHARE







મોરબીમાં રહેતી પરિણીતાને ખાધા ખોરાકીની રકમ ન આપનારા પતિને ૮૦ દિવસની સજા

મોરબી રહેતી પરણીતાએ માસની ચડત ખાધા ખોરાકીનો કેસ કર્યો હતો અને કોર્ટે મહિલાને રકમ ચૂકવવા માટે આદેશ પણ કર્યો હતો જો કે, ભારણ પોષણની રકમ નહીં ચુકવનાર વાંકાનેરમાં રહેતા તેના પતિને કોર્ટે ૮૦ દિવસની સજા ફટકારી છે


મોરબીના વાવડી ગામે આવેલ બજરંગ સોસાયટીમાં રહેતા નયનાબેન રમેશભાઈ બારોટના લગ્ન વાંકાનેરના ગોડાઉન રોડ ઉપર રહેતા સુરજિતભાઈ ભગવતીપ્રસાદ રાવલ સાથે થયા હતા. અને વર્ષો ૨૦૧૯ માં ભારણ પોષણ માટે નયનાબેને કોર્ટમાં કેસ કર્યો હતો અને કોર્ટે સુરજિતભાઈ રાવલને દર મહિને ૫૦૦૦ ખાધા ખોરાકીની રકમ ચૂકવવા માટે આદેશ કર્યો હતો જો કે, તે રકમ આઠ મહિનાથી ચૂકવી ન હતી જેથી કરીને ન્યાય માટે ભારણ પોષણની રકમ નહીં ચુકવનાર મહિલાના પતિ સામે અરજી કરી હતી જેને ધ્યાને લઈને ફેમેલી કોર્ટે ક્રિમિનલ પ્રોસીજર કોડની કલમ ૪૧૮ (૨), ૧૦(૩) મુજબ વાંકાનેરમાં રહેતા મહિલાના પતિને કોર્ટે ૮૦ દિવસની સજા ફટકારી છે આ કેસમાં મહિલાના વકીલ ભાવેશભાઈ ડી. ફૂલતરિયા રોકાયેલા હતા




Latest News