વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી મોરબીના સંતો-મહંતો, અધિકારી અને આગેવાનોની હાજરીમાં મચ્છુ કાંઠા અને હાલાર રબારી સમાજના તેજસ્વી છાત્રોનો સન્માન સમારોહ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં વીમો આપવાની ના પાડતી કંપનીને વ્યાજ અને ખર્ચ સાથે વીમો ચૂકવવા આદેશ


SHARE











મોરબીમાં વીમો આપવાની ના પાડતી કંપનીને વ્યાજ અને ખર્ચ સાથે વીમો ચૂકવવા આદેશ

મોરબીની મહિલાએ હોમ ફાયનાન્સ કંપનીમાંથી મકાનની લોન લીધા બાદ મૃત્યુ થતાં ભારતી એકસા લાઇફ ઇન્સ્યુરન્સ વીમા કંપનીએ ડાયાબીટીઝ, હાઇપરટેન્શન અને ગોલ્ડબ્લેડર હોવાને કારણે વીમો આપવાની ના પડી હતી જેથી કરીને મોરબી શહેર-જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ મારફતે રાજકોટ ગ્રાહક તકરાર નિવારણ કમીશનમાં ફરિયાદ દાખલ કરી હતી અને ગ્રાહક અદાલતે વીમા કંપનીને ગ્રાહકને ૩,૫૯,૯૮૬ રૂપિયા આઠ ટકા વ્યાજ સાથે તેમજ ખર્ચના દશ હજાર ચુકવવાનો આદેશ કરેલ છે.

આ કેસની વિગત એવી હતી કે, મોરબીના વતની દિલીપભાઇ પ્રભુભાઇ રાવલના પુત્ર વધુ ચાર્મીબેને હોમ ફાઇન્સ કંપનીમાંથી મકાનની લોન લીધેલ અને તેમનુ મૃત્યુ થતાં ભારતી એકસા લાઇફ ઇન્સ્યુરન્સ કંપની સામે વીમા અંગેની માંગણી કરી હતી અને વીમા કંપનીએ ચાર્મીબેનને ડાયાબીટીઝ, હાઇપરટેન્શન અને ગોલ્ડબ્લેડર હોવાને કારણે વીમો આપવાની ના પડી હતી જેથી કરીને દિલીપભાઇએ મોરબી શહેર-જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતાનો સંપર્ક કરેલ હતો અને રાજકોટ ગ્રાહક તકરાર નિવારણ કમીશનમાં ફરિયાદ દાખલ કરેલ હતી જેમાં ગ્રાહક અદાલતે વીમા કંપનીને ગ્રાહકને ૩,૫૯,૯૮૬ આઠ ટકા ના વ્યાજ સાથે અને ૧૦૦૦૦ ખર્ચના ચુકવવાનો આદેશ કરેલ છે.





Latest News