મોરબીમાં મનપાના ફૂડ વિભાગે દુકાનો,-હોટેલ સહિત 90 સ્થળોએ કર્યું ચેકિંગ મોરબીમાં પડતર પ્રશ્નોને લઈને સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળે કલેક્ટર-ડીઇઓને કરી રજૂઆત મોરબી ગ્રામ્ય-શહેરી વિસ્તારની 82 આંગણવાડીઓની જવાબદારી મહાનગરપાલિકાને સોપાઈ ગુજરાત ખેડૂત સત્યાગ્રહ છાવણી જેતપરથી ખેડૂતો સિદ્ધિવિનાયક કા રાજા ગણેશ મહોત્સવમાં પહોચ્યા મોરબીના ટીંબડી ગામે પ્રાથમિક શાળા ખાતે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મહેસુલી તલાટીઓની સેજા ખાતેની કામગીરી સુનિશ્ચિત કરવા સમયપત્રક નક્કી કરાયું મોરબીમાં બાળ સંભાળ ગૃહના બાળકો સાથે કોફી વિથ કલેક્ટરનો કાર્યક્રમ યોજાશે મોરબીમાં ભાજપના આગેવાન સામે નોંધાયેલ દુષ્કર્મના ગુનામાં સાયન્ટિફિક-સયોગિક પુરાવાઓ એકત્રિત કરવા તજવીજ ચાલુ: જે.એમ.આલ
Breaking news
Morbi Today

મોરબી નજીક યુવાનની હત્યાના ગુનામાં આરોપીની ધરપકડ


SHARE







મોરબી નજીક યુવાનની હત્યાના ગુનામાં આરોપીની ધરપકડ

મોરબીના લાલપર પાસે યુવાનની હત્યા કરવામાં આવી હતી જેની ફરિયાદ નોંધાઈ હતી તેના આધારે પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને હાલમાં આ ગુનામાં પોલીસે એક આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મૂળ ઝારખંડના રહેવાસી અને હાલ લાલપર નજીક ઇપોઝ સિરામિકના લેબર ક્વાર્ટરમાં રહેતા લખનભાઈ માગેયાભાઈ બારીએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી કે, ઇપોઝ કારખાનાના પેકિંગ વિભાગમાં તે મજુરી કામ કરે છે બે માસ પૂર્વે તેની સાથે કામ કરતા લુટુભાઈએ તેના બાજુના ગામના સોનાતોનભાઈ જાપાનભાઈ કાઈકા (૧૯) આવ્યો હતો અને ગત તા. ૧૧ જુલાઈના રોજ નાઈટ શિફ્ટમાં કામ ઉપર હતો ત્યારે તાવ આવે છે તેવું કહીને તે કામે આવ્યો ન હતો ત્યાર બાદ કારખાનાની પાછળના ભાગમાં કોઈનો મૃતદેહ પડ્યો હોવાની ફરિયાદી લખનભાઈને જાણ કરવામાં આવી હતી જેથી કોન્ટ્રાકટર બંસીધર સહિતના ત્યાં ગયા હતા અને તેની સાથે કામ કરતો સોનાતોનભાઈ કચરાના ઢગલા પાસે પડ્યો હતો જેનું મોઢું અને કપડા લોહી વાળા હતા અને તીક્ષ્ણ હથિયારના ઘા મરવામાં આવ્યા હોય તેવું જોવા મળ્યું હતું જેથી અજાણ્યા શખ્સે તીક્ષ્ણ હથિયાર વડે માથા અને કપાળના ભાગે ઈજા કરીને તેની હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસે ફરિયાદ લઈને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ હતી અને હાલમાં તાલુકા પીઆઇ કે.એ. વાળા દ્વારા આરોપી ગુલશન ભયાલાલ કૌલ જાતે આદિવાસી (૨૩) રહે. ઇપોઝ કારખાનાના લેબર કવાર્ટર મૂળ રહે યુપી વાળાની ધરપકડ કરેલ છે અને મરણ જનાર આરોપીની સાથે માથાકૂટ કરીને ગાળો આપતો હતો જેથી કરીને ધક્કો મારીને પડી દીધો હતો ત્યાર બાદ તેને પાઇપ અને પથ્થર ઉપર ફેંક્યો હતો જેથી ઇજા થતાં તેનું એમઆઇટી નીપજયું હતું

મહિલા સારવારમાં
મોરબીના લાતીખોટ વિસ્તારમાં શેરી નંબર-૪ માં મફતપરા વિસ્તારમાં રહેતા જેતુનબેન યુનુસભાઈ નામની ૩૮ વર્ષની મહિલા ઘરે કામ કરતી હતી ત્યારે કામ દરમિયાન કબાટનો કાચ તૂટીને હાથમાં લાગી જવાથી ઇજાઓ પહોંચી હતી જેથી તેણીને સારવાર માટે દવાખાને લઈ જવામાં આવી હતી.જ્યારે રાજકોટના રહેવાસી સંજયભાઈ બગથરીયા નામના ૨૧ વર્ષના યુવાનને મોરબીના શનાળા ગામે શક્તિ માતાના મંદિર પાસે વાહન અકસ્માતમાં ઇજા થતા સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યો હતો.

પરણીતા સારવારમાં
કચ્છ ગાંધીધામના એકતાનગર વિસ્તારમાં રહેતા સમીનબેન સુલેમાનભાઈ જીંગીયા નામની ૨૧ વર્ષીય મહિલાને તેના ઘરે તેના પતિ તથા સાસુ દ્વારા માર મારવામાં આવેલો હોય તેણીને વધુ સારવાર માટે અત્રેની સિવિલે લાવવામાં આવી હતી જે અંગે મોરબી એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડા દ્વારા નોંધ કરીને તપાસ ચલાવવામાં આવી હતી.




Latest News