મોરબીમાં મનપાના ફૂડ વિભાગે દુકાનો,-હોટેલ સહિત 90 સ્થળોએ કર્યું ચેકિંગ મોરબીમાં પડતર પ્રશ્નોને લઈને સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળે કલેક્ટર-ડીઇઓને કરી રજૂઆત મોરબી ગ્રામ્ય-શહેરી વિસ્તારની 82 આંગણવાડીઓની જવાબદારી મહાનગરપાલિકાને સોપાઈ ગુજરાત ખેડૂત સત્યાગ્રહ છાવણી જેતપરથી ખેડૂતો સિદ્ધિવિનાયક કા રાજા ગણેશ મહોત્સવમાં પહોચ્યા મોરબીના ટીંબડી ગામે પ્રાથમિક શાળા ખાતે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મહેસુલી તલાટીઓની સેજા ખાતેની કામગીરી સુનિશ્ચિત કરવા સમયપત્રક નક્કી કરાયું મોરબીમાં બાળ સંભાળ ગૃહના બાળકો સાથે કોફી વિથ કલેક્ટરનો કાર્યક્રમ યોજાશે મોરબીમાં ભાજપના આગેવાન સામે નોંધાયેલ દુષ્કર્મના ગુનામાં સાયન્ટિફિક-સયોગિક પુરાવાઓ એકત્રિત કરવા તજવીજ ચાલુ: જે.એમ.આલ
Breaking news
Morbi Today

મોરબીમાં ઓડિયો વાઇરલ થયા બાદ થયેલી મારામારીના ગુનામાં વધુ પાંચ આરોપીઓની ધરપકડ


SHARE







મોરબીમાં ઓડિયો વાઇરલ થયા બાદ થયેલી મારામારીના ગુનામાં વધુ પાંચ આરોપીઓની ધરપકડ

મોરબી પંથકમાં થોડા સમય પહેલા ધારાસભ્યનો એક ઓડિયો વાયરલ થયેલ હતો જેમાં માળિયા તાલુકા યુવા ભાજપના ઉપપ્રમુખ અને મોરબી માળિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય વાતચીત કરતા હતા અને ત્યાર બાદ ઓડિયોમાં વાત કરી રહેલા માળિયા મીયાણા તાલુકા યુવા ભાજપના ઉપપ્રમુખને માર મારવામાં આવ્યો હતો જેની મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ હતી જેના આધારે પોલીસે આ ગુનામાં હાલમાં વધુ પાંચ આરોપીઓની ધરપકડ કરીને તેની પાસેથી વાહન તમજ હથિયાર કબજે કરેલ છે

મોરબીના રવાપર ઘુનડા રોડ ઉપર આવેલ રવાપર સીડેન્સી હરીદર્શન એપાર્ટમેન્ટ ફલેટ નં. ૭૦૨ માં રહેતા પ્રજ્ઞેશભાઇ ઉર્ફે રઘો રમેશભાઇ ગોઠી જાતે પટેલ (૩૨)એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશને અમીતભાઇ દેવાભાઇ અવાડીયા સહિતનાઓની સામે થોડા સમય પહેલા ફરિયાદ નોંધાવી હતી જેમાં તેને જણાવ્યુ હતું કેતેને મોરબી માળિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા સાથે ફોન ઉપર વાત કરી હતી જે ઓડિયો મોરબીના સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો જે સોશીયલ મીડીયામાં વાયરલ થવામાં અમિતભાઈ દેવાભાઇ અવાડિયાનુ નામ જાહેર નહીં કરવા બાબતે ફરિયાદીને રૂબરૂમાં ધમકી આપી હતી ત્યાર બાદ રવાપર ચોકડીએ તેને બોલાવીને અમિતભાઈ અને તેની સાથે અજાણ્યા શખ્સોએ ધોકા તથા પાઇપ વડે માર માર્યો હતો જે ફરિયાદના આધારે પોલીસે આ ગુનામાં પહેલા આરોપી અમીતભાઇ દેવાભાઇ અવાડીયાની ધરપકડ કરી હતી ત્યાર બાદ હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈ આર.એન. ભટ્ટ અને તેની ટીમ દ્વારા આરોપી સતિશ ઉર્ફે સત્તુ વેલજીભાઈ ડાભી જાતે સતવારા (૨૨) રહે. અવની ચોકડી મોરબી, અંકિત રાણાભાઈ અવાડિયા જાતે આહિર (૨૫) રહે. ન્યુ ગાયત્રી વાવડી રોડ મોરબી, જયકિશન ઉર્ફે જેકી ભાનુભાઈ અવાડિયા જાતે આહિર (૨૩) રહે. સિલ્વર પાર્ક સોસાયટી મોરબી, ઓમ સુરેશભાઈ કોઠીયા જાતે પટેલ (૨૧) રહે. સરદાર સોસાયટી રવાપર રોડ મોરબી અને અરુણ રામભાઈ ડાંગર જાતે આહિર (૩૮) રહે. ધરતી પાર્ક સોસાયટી પંચાસર રોડ મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને આરોપીઓ પાસેથી થાર, વર્ના, એકટીવા અને મોટરસાયકલ તેમજ લાકડાના ધોકા પોલીસે કબજે કર્યા છે




Latest News