મોરબીના રવાપર ગામે તળાવમાં ગંદુ પાણી ભરાઈ જતાં મચ્છરનો ઉપદ્રવ સહિતની સમસ્યાઓનો કમિશનર પાસે ઢગલો કરતાં કોંગ્રેસના આગેવાન મોરબી શહેરના ભક્તિનગર સર્કલ પાસે 62.42 લાખના ખર્ચે બનશે ગાર્ડન મોરબીના ત્રાજપર રોડ ઉપર અધિકારી-કોન્ટ્રાક્ટરની બેદરકારીથી લોકોના વાહનોમાં નુકશાન મોરબી : માળીયા (મી) ના વેણાસર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલા યુવાનનું સારવારમાં મોત મોરબી : માળીયા (મી) ના મોટા દહીસરા ગામે તળાવમાં ડૂબી જવાથી મોરબીની યુવતીનું મોત મોરબી જિલ્લા-5 તાલુકા પંચાયતના પ્રમુખ પદ માટેનું રોટેશન જાહેર કરાયું ઈરાન-ઇઝરાયલનું યુદ્ધ મોરબીમાં આવેલ વિશ્વ કક્ષાના સિરામિક ઉદ્યોગનો મૃત્યુ ઘંટ વગાડશે !: નેચરલ-પ્રોપેન ગેસના ભાવમાં બમણો વધારો રેકોર્ડ બ્રેક સંખ્યા: મોરબીમાં સમસ્ત જૈન સમાજની સંયુક્ત આયંબિલ ઓળીમાં તપસ્વીઓનો આંકડો ૫૫૧ સુધી પહોચ્યો
Breaking news
Morbi Today

મોરબીના ચાંચાપર અને હળવદના ગોલાસણ ગામે સાપ કરડી જતા બે ના મોત 


SHARE











મોરબીના ચાંચાપર અને હળવદના ગોલાસણ ગામે સાપ કરડી જતા બે ના મોત 

મોરબી જિલ્લાના બે જુદાજુદા તાલુકાઓમાં સાપ કરડી જવાના બનાવમાં એક મહિલા અને એક આધેડ એમ બે લોકોના મોત નિપજયા હોવાનું જાણવા મળેલ છે.

મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબી તાલુકાના ચાંચાપર ગામે દિલીપભાઈ છગનભાઈ ભાલોડીયાની વાડીએ રહીને મજૂરી કામ કરતા અને મૂળ મધ્યપ્રદેશના પરિવારની મણીબેન જુરાવરભાઈ નગસિંગભાઈ ભુરીયા જાતે આદિવાસી નામની ૩૮ વર્ષની મહિલાને ગત તા.૬-૮ ના રોજ રાત્રિના આઠેક વાગ્યે વાડીમાં આવેલ ઘરની બહાર કામ સબબ નીકળ્યા હતા ત્યારે સાપ કરડી ગયો હતો.જેથી ૧૦૮ વડે તેઓને સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યા હતા અને ટૂંકી સારવાર દરમિયાન મણીબેન ભુરીયાનું મોત નીપજ્યું હતું.જેથી કરીને મોરબી તાલુકા પોલીસમાં જાણ કરાતા હાલ આ બનાવ બાબતે મોરબી તાલુકા પોલીસ મથકના મહિલા એએસઆઇ નેહલબેન ખડીયા આગળની તપાસ ચલાવી રહ્યા છે.

જ્યારે બીજો બનાવ હળવદ તાલુકામાં બન્યો હતો.જેમાં હળવદ તાલુકાના ગોલાસણ ગામે રહેતા રમેશભાઈ સનાભાઇ તડવી નામના ૫૨ વર્ષના આધેડને ગઇ કાલ તા.૮ ના મોડી રાત્રીના બારેક વાગ્યાના અરસામાં ગોલાસણ ગામની સીમમાં આવેલ વાડી વિસ્તારમાં સાપ કરડી ગયો હતો.જેથી પ્રથમ હળવદની સિવિલ હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર લીધા બાદ તેઓને વધુ સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.ગત રાત્રીના બે વાગ્યે તેઓને મોરબીની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા અને અહીં ટુંકી સારવાર દરમિયાન આજે તા.૯-૮ ના રોજ વહેલી સવારે સાડા પાંચેક વાગ્યાના અરસામાં સારવારમાં રહેલા રમેશભાઈ સનાભાઇ તડવીનું પણ મોત નિપજયુ હોવાનું મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે.હાલ પ્રાથમિક તપાસ કર્યા બાદ બનાવ હળવદ પોલીસ મથક વિસ્તારનો હોવાથી મોરબી પોલીસ દ્વારા આ બનાવ સંદર્ભે આગળની તપાસ અર્થે હળવદ પોલીસમાં જાણ કરવામાં આવેલ છે.

સાપ કરડતા સારવારમાં

મોરબીના પંચાસર રોડ ઉપર આવેલી ગીતા ઓઇલ મીલ ખાતે યુનિટમાં કામ કરતા સમયે સાપ કરડી જવાનો બનાવ બન્યો હતો જે બનાવમાં અમરીબેન અનિલભાઈ મેણા નામની ૪૫ વર્ષીય મહિલાને સારવાર માટે સિવિલ હોસ્પિટલે લાવવામાં આવી હતી અને આ બનાવ અંગે હોસ્પિટલ તરફથી જાણ કરવામાં આવતા એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડા દ્વારા બનાવની વધુ તપાસ હાથ ધરાઈ હતી.






Latest News