મોરબીની ત્રાજપર ચોકડી પાસેથી 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો: 1.53 લાખનો મુદ્દામાલ કબજે વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી
Breaking news
Morbi Today

મોરબીમાં મેડિકલનો ફી વધારો મોકૂફ રખાતા વિદ્યાર્થીઓનો-વાલીઓએ ધારાસભ્યનો કર્યો ઋણ સ્વીકાર


SHARE











મોરબીમાં મેડિકલનો ફી વધારો મોકૂફ રખાતા વિદ્યાર્થીઓનો-વાલીઓએ ધારાસભ્યનો કર્યો ઋણ સ્વીકાર

મોરબીમાં જીએમઈઆરએસ મેડિકલ કોલેજમાં કરેલો ફી વધારો પાછો ખેંચવા ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાને રજૂઆત કરતા સરકાર દ્વારા ફી વધારો મોકૂફ રખાતા વાલીઓ અને વિદ્યાર્થીઓમાં હર્ષની લાગણી છે અને જીએમઈઆરએસ મેડિકલ કોલેજના ફી વધારા મુદ્દે ૩૩ જિલ્લામાંથી સૌ પ્રથમ મોરબી જિલ્લામાંથી ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા દ્વારા સરકારમાં રજુઆત કરવામાં આવી હતી ત્યાર બાદ અન્ય જિલ્લામાંથી રજુઆતો થયેલ હતી અને રજુઆત સફળ થતાં ફી વધારો પરત ખેંચવામાં આવેલ છે જેથી વાલી અને વિદ્યાર્થીઓના મોં ધારાસભ્યએ મીઠા કરાવ્યા હતા

હાલ મેડિકલ અભ્યાસ કરવા માટેની ફી ના ધોરણોમાં ખુબજ અસમાનતા જોવા મળે છે, સરકારી મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા અને જીએમઈઆરએસ મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની ટકાવારીમાં માત્ર થોડા પોઈન્ટનો જ તફાવત હોય છે, છતાં વિદ્યાર્થીઓને મસમોટી ફી ભરવી પડે છે એમાંય વળી હમણાં જ જીએમઆરએસ ૧૩ મેડિકલ કોલેજોની,સરકારી  કવોટાની ૬૭ % એટલે કે ૫.૫૦ લાખ  જ્યારે મેનેજમેન્ટ કોટાની ૮૮ % એટલે કે ૧૭ લાખ અચાનક જ અસહ્ય ફી વધારો કરવામાં આવ્યો છે. જેના કારણે આમારા બાળકોનું ડોક્ટર બનવાનું સપનું માત્ર સપનું રહી જશે કારણ કે ટૂંક સમયમાં એટલી મોટી રકમની વ્યવસ્થા કરવી એ કોઈપણ વાલી માટે, જે મધ્યમ વર્ગ છે એમના માટે અશક્ય છે.

જેથી વાલીઓ અને વિદ્યાર્થીઓએ ટંકારા પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાને રજૂઆત કરી હતી જેના આધારે તેઓએ મુખ્યમંત્રીને અંગત ભલામણ કરવા આવેદન અપાયું હતું, તેમજ  આરોગ્ય મંત્રી અને મુખ્યમંત્રી કાર્યાલયમાં પત્ર લખી અંગત ભલામણ પણ કરી હતી અને રજૂઆતને ધ્યાને લઈને સરકાર દ્વારા ફી વધારો મોકૂફ રખાતા વાલીઓ અને વિદ્યાર્થીઓ ખુશખુશાલ થઈ ગયા અને સરકાર અને દુર્લભજીભાઈ દેથરીયાને પેંડા ખવડાવી મોં મીઠા કરી આભાર પ્રકટ કર્યો છે. આ તકે મોરબી તાલુકા ભાજપના પ્રમુખ અરવિંદભાઈ વાંસદડીયા પણ ઉપસ્થિત રહ્યા હતા.






Latest News