મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના ભવાની ચોકમાં ખુટીયાએ ઢીક મારતા ગંભીર ઇજા પામેલ યુવાન રાજકોટ સારવારમાં


SHARE







મોરબીના ભવાની ચોકમાં ખુટીયાએ ઢીક મારતા ગંભીર ઇજા પામેલ યુવાન રાજકોટ સારવારમાં

મોરબીમાં લખધીરવાસ પાસે આવેલ ભવાની ચોકમાં રસ્તે રજડતા ખુટીયાએ ઢીક મારતા યુવાનને ગંભીર ઈજા થઈ હતી જેથી કરીને તેને પ્રાથમિક સારવાર મોરબી સિવિલ હોસ્પિટલમાં આપ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવેલ છે અને ત્યાં તે યુવાન સારવાર હેઠળ હોય આ બનાવ અંગેની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી શહેરના જુદા જુદા વિસ્તારમાં રસ્તે રજડતા ઢોરનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે અને અવારનવાર રાહદારી લોકોને રસ્તે રજાડ્તા ઢોર હડફેટે લેતા હોય છે જેથી કરીને લોકોને ઇજાઓ થતી હોય છે અને ઘણી વખત જીવલેણ અકસ્માત સર્જાય તેવી ભીતી હોય છે દરમ્યાન મોરબી તાલુકાના રવાપર નદી ગામે રહેતા શ્રવણ સુકુવાસકી (૨૫) નામના યુવાનને મોરબીના લખધીરવાસ વિસ્તારમાં ભવાની ચોક પાસે હતો ત્યારે રસ્તે રજડતા ખુટીયાએ હડફેટે લીધો હતો અને ઢીક મારી હતી જેથી કરીને યુવાનને ગંભીર ઈજા થઈ હોવાથી પ્રાથમિક સારવાર માટે તેને મોરબીની સિવિલ હોસ્પિટલે લાવ્યા હતા અને ત્યાં તેને પ્રાથમિક સારવાર આપ્યા બાદ આ યુવાનને વધુ સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ છે અને અકસ્માતના આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.બી. ઝાલા ચલાવી રહ્યા છે

અકસ્માતમાં ઇજા

માળીયા મીયાણામાં આવેલ માલાણી શેરીમાં રહેતા મરીયમબેન આદમભાઈ માલાણી (૭૫) નામના વૃદ્ધાને કુમાર શાળા પાસે હતા ત્યારે વાહન અકસ્માતના બનાવમાં ઈજા થઈ હતી જેથી કરીને ઈજાગ્રસ્ત વૃદ્ધાને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ હોસ્પિટલ મારફતે આ બનાવ અંગેની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના વિપુલભાઈ ફુલતરીયા ચલાવી રહ્યા છે






Latest News