મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીમાં કલેકટરના અધ્યક્ષસ્થાને મતદાન મથક પુનર્ગઠન પ્રાથમિક દરખાસ્ત અંતર્ગત બેઠક યોજાઈ


SHARE







મોરબીમાં કલેકટરના અધ્યક્ષસ્થાને મતદાન મથક પુનર્ગઠન પ્રાથમિક દરખાસ્ત અંતર્ગત બેઠક યોજાઈ

મોરબી જિલ્લા ચુંટણી અધિકારી અને કલેકટરના અધ્યક્ષસ્થાને આજરોજ તા.૨૮/૭/૨૦૨૩ ના રોજ આગામી લોકસભા સામાન્ય ચુંટણી-૨૦૨૪ પૂર્વેના મતદાન મથકોના પૂનર્ગઠન અંગેની કામગીરી અન્વયે જકીય પક્ષો સાથે જિલ્લામાં સમાવિષ્ટ ૬૫-મોરબી, ૬૬-ટંકારા અને ૬૭-વાંકાનેર વિધાનસભા મતવિસ્તારોની સમીક્ષા બેઠક કલેકટર કચેરીના સભાખંડ ખાતે યોજાઈ હતી.

આ બેઠકમાં મતદાન મથકોની સમીક્ષા કરી Election Commission of Indiaની સુચનાઓ મુજબ ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં મતદાન મથક દીઠ મતદારોની સંખ્યા ૧૫૦૦ થી વધે નહી તે ધ્યાને લઇ મતદાન મથકનું શિફ્ટીંગ, મતદાન મથકના સેક્શન શિફ્ટીંગ તેમજ મતદાન મથક મર્જ કરવાની કામગીરીનું વિગતવાર રાજકીય પક્ષોની હાજરીમાં સમીક્ષા કરવામાં આવી હતી. ઉપરાંત રાજકીય પક્ષો દ્વારા આપવામાં આવેલ સુચનોને ધ્યાને લઈ યોગ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં કલેકટર સાથે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એસ.એમ. કાથડ, મતદાર નોંધણી અધિકારી ૬૫-મોરબી, ૬૬-ટંકારા અને ૬૭-વાંકાનેર વિધાનસભા મતવિસ્તાર તેમજ રાજકીય પક્ષોમાં ભાજપ, કોંગ્રેસ અને સીપીઆઇના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા તેવું નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એસ.એમ. કાથડની યાદીમાં જણાવાયું છે






Latest News