ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીના ઘુંટુ રોડે મારામારીના બનાવમાં છ ને ઈજા


SHARE







મોરબીના ઘુંટુ રોડે મારામારીના બનાવમાં છ ને ઈજા

મોરબીના ઘુંટુ ગામ પાસે આવેલ કારખાનાના લેબર કવાટરમાં નજીવી વાતે મારામારીનો બનાવ બન્યો હતો.જેમાં છ લોકોને ઇજા થતા સારવારમાં ખસેડાયા હતા.મોરબી સીટી બી ડિવિજન પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે મોરબીના જુના ઘુંટુ રોડ ઉપર આવેલા આઇકોન સીરામીકના લેબર કવાટરમાં થયેલ મારામારીના બનાવમાં ઇજા થતાં રીકાબેન રાકુભાઈ સારેલ (૧૫), આશિષ રામપાલસિંહ કુમાર (૧૮), કાનાભાઈ કૈલાશભાઈ ભાંભોર (૧૮), સુરેજસિંહ લક્ષ્મણસિંહ ગુર્જર (૩૦) અને જોગભાઈ પંગલાભાઈ ભુવા (૩૫) રહે.બધા આઇકોન સિરામિક લેબર કવાટર વાળાઓને સામેકાંઠેની શિવમ હોસ્પિટલે સારવારમાં ખસેડાયા હતા અને આ મારામારીના બનાવમાં સામેના પક્ષના વિજય નરસીભાઇ યાદવ (૩૦) રહે.આઈકોન સિરામિક લેબર કવાટરને પણ ઇજા પહોંચતા તેને પણ શિવમ હોસ્પિટલે સારવાર માટે લઈ જવાયો હતો.આ બનાવ અંગે બી ડિવિઝન પોલીસ મથકના જગદીશભાઈ ડાંગર દ્વારા નોંધ કરીને તપાસ ચલાવવામાં આવી હતી.

યુવાન સારવારમાં

મોરબીની અણીયારી ચોકડી પાસે આવેલ લીમીટ પેપર મિલમાં સ્ટાફ ક્વાર્ટરમાં ઊંચાઈએથી નીચે પડી જતા યુવાનને સારવારમાં ખસેડાયો છે.મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે અણીયારી ચોકડી પાસે આવેલ લિમિટ પેપર મીલ નામના યુનિટના સ્ટાફ ક્વાર્ટરમાં ઊંચાઈએથી નીચે પડી જતા માથાના તથા ડાબા ખભાના ભાગે ઇજાગ્રસ્ત હાલતમાં શિવકુમાર બચુભાઈ અલીવાર (ઉમર ૩૮) ને અત્રેની આયુષ હોસ્પિટલે સારવારમાં લઈ જવાયો હતો બનાવને પગલે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડાએ પ્રાથમિક તપાસ કરીને બનાવ અંગે માળીયા પોલીસ સ્ટેશનને જાણ કરી હતી.

મારામારીમાં ઈજા થતા સારવારમાં

મોરબીના માળીયા હાઇવે ઉપર ટીંબડી ગામના પાટીયા પાસે આવેલ હરિ સોસાયટી વિસ્તારમાં રહેતા મુકેશ જીવાભાઇ જીંજુવાડીયા નામના ૩૨ વર્ષના યુવાનને તેના ઘરની પાસે કોઈ બાબતે થયેલ બોલાચાલી બાદની મારામારીમાં ઈજા થતાં સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયો હતો અને ત્યાં તેની સારવાર કરવામાં આવ્યા બાદ હોસ્પિટલ તરફથી જાણ કરવામાં આવેલી હોય હાલ મોરબી તાલુકા પોલીસ મથકના ફિરોજભાઈ સુમરા દ્વારા આ બનાવની નોંધ કરી કારણ અંગે આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી.જ્યારે મોરબીના પાડાપુલની નીચે રહેતા બન્ટી હેન્ટ્રી ડામોર નામના ૩૩ વર્ષના યુવાનને મારામારીના બનાવમાં ઈજા થતા સારવારમાં સિવિલે લાવવામાં આવ્યો હતો ત્યાં તેણે પોલીસને જણાવ્યા પ્રમાણે છોટુ નામનો શખ્સ તેને ગાળો દેતો હોય ગાળો દેવાની ના પાડતા તેને માર મારવામાં આવ્યો હતો જેથી હાલ બી ડિવિઝન પોલીસે નોંધ કરીને મારામારીના બનાવ અંગે આગળની તપાસ શરૂ કરી છે.






Latest News