ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીના બેલા પાસે કારખાનામાં બે વર્ષના બાળકનું મોત નિપજાવનાર લોડર ચાલકની ધરપકડ


SHARE







મોરબીના બેલા પાસે કારખાનામાં બે વર્ષના બાળકનું મોત નિપજાવનાર લોડર ચાલકની ધરપકડ

મોરબીના બેલા ગામ નજીક આવેલ સિરામિક કારખાનામાં લોડરના ચાલકે બેફિકરાઈથી પોતાનું લોડર રિવર્સમાં લીધું હતું ત્યારે માતા અને તેના બાળકને હડફેટે લેતા બે વર્ષના બાળકને ગંભીર ઇજા થઈ હતી જેથી તે બાળકનું મોત નીપજયું હતું જે ગુનામાં પોલીસે આરોપીની ધરપકડ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના જેતપર રોડ ઉપર બેલા ગામ પાસે આવેલ સિરામિક કારખાનામાં રહેતા અને ત્યાં મજૂરી કામ કરતા લોકેન્દ્રભાઈ રામસિંગ ઝાલા જાતે આદિવાસી (૩૬)એ થોડા દિવસો પહેલા લોડર નંબર જીજે ૩૬ એસ ૫૫૬૬ ના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી કેલેમન સિરામિકના સ્પ્રે ડાયર વિભાગમાં તેના પત્ની પૂજાબેન અને તેનો દીકરો કનૈયા બંને હતા ત્યારે લોડરના ચાલકે બેફિકરાયથી પોતાનું વાહન રિવર્સમાં લીધું હતું અને તે બંનેને હડફેટે લીધા હતા ત્યારે કનૈયા (૨)ને વધુ ઇજા થઈ હોવાથી તેનું મોત નીપજ્યું હતું જો કેતેની માતા પૂજાબેનને ઇજાઓ થઈ હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈને આવેલ છે હાલમાં મૃતક બાળકના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે લોડરના ચાલક સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરી હતી અને હાલમાં આ ગુનામાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ એસ.એમ. સગારકા અને તેની ટીમ દ્વારા આરોપી મુકેશ સુરસિંગ ભિલાલ જાતે આદિવાસી (૨૯) રહે. મૂળ એમપી વાળાની ધરપકડ કરવામાં આવી છે

અકસ્માતમાં ઇજા

વાંકાનેરના હસનપર ખાતે રહેતા મહેશભાઈ લાલજીભાઈ અઘારા જાતે કોળી (૨૩) નામનો યુવાન મોરબીના લક્ષ્મીનગર ગામ પાસે રવિરાજ ચોકડી નજીક હતો ત્યારે વાહન અકસ્માતના બનાવવામાં તેને ઈજા થઈ હતી જેથી કરીને ઈજા પામેલ યુવાનને ૧૦૮ મારફતે સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને અકસ્માતના બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે આ બનાવની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ફિરોજભાઈ સુમરા ચલાવી રહ્યા છે

ફિનાઇલ પીધું

મોરબી તાલુકાના જેતપર ગામે રહેતા અનસોયાબેન નાનજીભાઈ બોસિયા (૪૦)એ પોતે પોતાના ઘરે હતા ત્યારે કોઈ કારણોસર ફીનાઇલ પી લીધું હતું જેથી કરીને તે મહિલાને તાત્કાલિક સારવાર માટે મોરબી શહેરના સનાડા રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી કરીને પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને પરણીતાનો લગ્ન ગાળો ૧૦ વર્ષનો છે અને તેને એક સંતાન હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના જે.બી. પરમાર ચલાવી રહ્યા છે

વીંછી કરડી ગયો

મોરબીના રવાપર પાસે આવેલ એસપી રોડ ઉપર કેનાલ નજીક રહેતા કાજલબેન જગાભાઈ સલાટ (૧૫) નામની સગીરા મોરબીના ખાનપર-ચાચાપર રોડ ઉપર હતી ત્યારે ત્યાં તેને વીંછી કરડી ગયો હતો જેથી કરીને તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તે સગીરાને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News