મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીના શનાળા રોડે બાઇક આડે ગાય ઉતરતા અસ્કસ્માત: ઇજાગ્રસ્ત વૃદ્ધ સારવારમાં


SHARE







મોરબીના શનાળા રોડે બાઇક આડે ગાય ઉતરતા અસ્કસ્માત: ઇજાગ્રસ્ત વૃદ્ધ સારવારમાં

મોરબીના સનાળા રોડ ઉપર આવેલ શુભ હોટલ પાસેથી બાઈક લઈને વૃદ્ધ પસાર થઈ રહ્યા હતા ત્યારે તેની બાઈકની આડે ગાય ઉતરતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં ઇજા પામેલ વૃદ્ધને સારવાર માટે હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાર બાદ આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ કરી હતી

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના રવાપર રોડ ઉપર વસંત પ્લોટમાં આવેલ રાજયોગ એપાર્ટમેન્ટમાં રહેતા યશવંતભાઈ લાલજીભાઈ રાઠોડ (૫૭) નામના વૃદ્ધ મોરબીના સનાળા રોડ ઉપર આવેલ શુભ હોટલ પાસેથી બાઈક લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે તેઓના બાઈકની અચાનક ગાય ઉતરી હતી જેથી કરીને બાઇક સ્લીપ થઈ ગયું હતું અને અકસ્માતના આ બનાવમાં વૃદ્ધને ઈજા થઈ હોવાથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી મુજબની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા

મોરબીના ઘૂટું ગામ પાસે આકેલ પંચમુખ સોસાયટી પાસેથી ઘૂટું ગામે રહેતા છગનભાઇ ઉગાભાઈ મહાલીયા (૫૫) સાઇકલ લઈને જતાં હતા ત્યારે તે સાઇકલ ઉપરથી નીચે પડી ગયા હતા જેથી કરીને ઇજા પામેલા વૃદ્ધને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈને ગયા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે આ બનાવની આગળની તપાસ એમ.એલ. બારૈયા કરી રહ્યા છે






Latest News