મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીના નહેરુ ગેઇટ પાસે રહેતી મહિલા ફિનાઇલ પી જતાં સારવારમાં


SHARE







મોરબીના નહેરુ ગેઇટ પાસે રહેતી મહિલા ફિનાઇલ પી જતાં સારવારમાં

મોરબીમાં નહેરુ ગેઇટ ચોકની પાછળના ભાગમાં આવેલ કાપડ બજાર પાસે રહેતા મહિલા પોતાના ઘરે હતા ત્યારે કોઈ કારણસર ફિનાઇલ પીગઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં નહેરૂ ગેઇટ ચોકની પાછળના ભાગમાં આવેલ કાપડ બજારમાં રહેતા હીનાબેન સલમાનભાઈ દાવલીયા (૨૫) નામની મહિલા કોઈ કારણોસર પોતે પોતાના ઘરે હતી ત્યારે ફિનાઇલ પી ગયા હતા જેથી કરીને તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના એચ.એમ. ચાવડા ચલાવી રહ્યા છે વધુમાં પોલીસ સૂત્ર પાસેથી મળતી વિગત પ્રમાણે પરિણીતાનો લગ્ન ગાળો અઢી વર્ષનો છે અને તેને દોઢ વર્ષનો દીકરો છે જોકે, તેને ફિનાઇલ કયા કારણોસર પીધું હતું તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે

યુવાન સારવારમાં

મોરબીમાં જુના બસ સ્ટેશન પાસેથી એક અજાણ્યા ૩૦ વર્ષના પુરુષને ૧૦૮ મારફતે સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુમાં આ બનાવની આગળની તપાસ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના હરેશભાઈ ચાવડા ચલાવી રહ્યા છે અને સારવાર માટે લેવામાં આવેલ અજાણ્યા પુરુષના વાલી વારસને શોધવા માટેની કવાયત થઈ રહી છે






Latest News