મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીના માળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી સારવારમાં લવાયેલ સગીરા પ્રેગ્નેટ હોવાનું ખુલ્યું..!


SHARE







મોરબીના માળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી સારવારમાં લવાયેલ સગીરા પ્રેગ્નેટ હોવાનું ખુલ્યું..!

મોરબી જિલ્લાના માળિયા મીંયાણા તાલુકામાં આવેલા એક ગ્રામ્ય વિસ્તારમાં રહેતા પરિવારની સગીરાને પેટમાં દુખાવો ઉપડતા સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલના ગાયનેક વિભાગમાં લાવવામાં આવી હતી અને અહીં તેનું તબીબી પરીક્ષણ કરવામાં આવતા સગીરા પ્રેગ્નેટ હોવાનું અને તેણીને ચાર માસનો ગર્ભ હોવાનું સામે આવ્યું હતું.જેથી આ બનાવ સંદર્ભે સારવાર બાદ હોસ્પિટલ દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે. 

વધુમાં મળતી માહિતી પ્રમાણે માળિયા પંથકના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા એક પરિવારની સોળ વર્ષની સગીરાને પેટમાં દુખાવો ઉપડ્યો હતો જેથી કરીને તેણીને સારવાર માટે અત્રેની સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવી હતી અહીંના ગાયનેક વિભાગમાં તે સગીરાનું તબીબી પરીક્ષણ કરવામાં આવ્યા બાદ તેણી સગર્ભા હોવાનું અને ચાર માસનો ગર્ભ હોવાનું સામે આવ્યું હતું.હાલ આ સગીરા અપરણીત હોય અને તે ગર્ભવતી હોવાનું જણાતા હોસ્પિટલ દ્વારા બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવી છે.જેથી કરીને પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે.

વૃદ્ધા સારવારમાં

મોરબીના નગર દરવાજા વિસ્તારમાં આવેલ ફૂલગલી મોચી શેરી વિસ્તારમાં રહેતા હસીનાબેન ગફારભાઈ માંડલીયા નામના ૬૬ વર્ષના વૃદ્ધાને વાહન અકસ્માતના બનાવમાં ઈજા થતા સારવાર માટે હોસ્પિટલેલાવવામાં આવ્યા હતા.તેઓ તેમના સગાની સાથે હોસ્પિટલ જવા માટે નીકળ્યા હતા ત્યારે મોરબીના નવલખી હાઇવે ઉપર પીપળીયા ચોકડીથી આમરણ જતા હાઇવેના રસ્તે તેઓની કાર અકસ્માતે પલ્ટી મારી ગઈ હોવાથી તેઓને અબ્દુલભાઈ માંડલીયા સારવાર માટે લાવ્યા હતા અને આ બનાવ અંગે તાલુકા પોલીસ દ્વારા નોંધ કરીને આગળની તપાસ ચલાવવામાં આવી હતી.

આધેડ સારવારમાં

મોરબી તાલુકાના વાઘપર ગામે રહેતા વિનોદભાઈ કાળુભાઈ મકવાણા (૫૦) ને અમરનગર ગામ પાસે હાઇવે ઉપર વાહન અકસ્માતના બનાવમાં ઈજા થતા ૧૦૮ દ્રારા તેમને સારવાર માટે સિવિલે લઈ જવામાં આવ્યા હતા.હોસ્પિટલ ખાતે તેઓની સારવાર કરવામાં આવ્યા બાદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા તાલુકા પોલીસ મથકના ફિરોઝભાઈ સુમરાએ આ બાબતે વધુ તપાસ કરી હતી.જ્યારે મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ ચાર માળિયા વિસ્તારમાં ઘર પાસે થયેલ મારામારીના બનાવમાં ઈજા પામેલા રતિલાલ ત્રિકમભાઈ મારવાડી નામના ૪૦ વર્ષના યુવાનને પણ ઇજાઓ પહોંચી હોય તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો જોકે પોલીસ તેનું નિવેદન લેવા પહોંચે તે પહેલા જ ઇજાગ્રસ્ત યુવાન હોસ્પિટલ ખાતેથી ચાલ્યો ગયો હતો..!






Latest News