મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

વાંકાનેરમાં બીમારીથી કંટાળીને વૃદ્ધે અંતિમ પગલું ભર્યું


SHARE











વાંકાનેરમાં બીમારીથી કંટાળીને વૃદ્ધે અંતિમ પગલું ભર્યું

વાંકાનેરના પ્રતાપ રોડ ઉપર એક્સિસ બેન્ક વાળી શેરીની સામે રહેતા વૃદ્ધને છેલ્લા ઘણા સમયથી પગનો ગોળો ભાંગી ગયો હતો અને પેશાબની બીમારી હતી જેથી કરીને બીમારીથી કંટાળીને પોતે પોતાના ઘરની અંદર પંખા સાથે સાડી બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની વાંકાનેર સીટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે. 

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરના પ્રતાપ રોડ ઉપર એક્સિસ બેન્કની સામેની શેરીમાં રહેતા દિલીપકુમાર મણીલાલ જોબનપુત્રા જાતે લોહાણા (૭૬) એ પોતે પોતાના ઘરની અંદર પંખા સાથે સાડી બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને અમિતભાઈ અશોકભાઈ જોબનપુત્રા (૪૩) રહે. પ્રતાપ રોડ વાકાનેર વાળા સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી આ બનાવની વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં પોલીસ પાસેથી જાણવા મળતી માહિતી મુજબ છેલ્લા બેથી અઢી વર્ષથી દિલીપકુમારને પગનો ગોળો ભાંગી ગયો હતો અને પેશાબની બીમારી હતી જેથી બીમારીથી કંટાળીને પોતે પોતાની જાતે પંખા સાથે સાડી બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરેલ છે જે અંગેની વાંકાનેર સિટી પોલીસ દ્વારા નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.






Latest News