મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા
Breaking news
Morbi Today

મોરબીના વણકરવાસમાં ઘર પાસે રમતા બાળકને હડફેટે લેતા સારવારમાં


SHARE







મોરબીના વણકરવાસમાં ઘર પાસે રમતા બાળકને હડફેટે લેતા સારવારમાં

મોરબીના વણકરવાસમાં રહેતા નિશ્ચય ભાવેશભાઈ દલસાણીયા નામના ૬ વર્ષના નાના બાળકને રખડતા ઢોરએ હડફેટે લેતા ગંભીર ઈજાઓ થઇ હતી.

જાણવા મળતી વિગત મુજબ બાળક પોતાના ઘરના આંગણે રમી રહ્યો હતો અને રખડતા ઢોરના ઘણએ તેને હડફેટે લીધેલ હતો.જે બાબતે સ્થાનિક લોકોમા ખુબજ આક્રોસ જોવા મળ્યો હતો અને તેઓ એ જણાવ્યું હતું કે અમારા નાના બાળકો પોતાના ઘર આંગણે પણ સુરક્ષિત નથી તેમજ પોતાના ઘર પાસે બાળકોને ન.રમવા દઈએ તો ક્યાં રમવા મોકલીએ..? અત્રે ઉલ્લેકનીય છે કે વારંવાર રખડતા ઢોરના ત્રાસથી આવા અનેક લોકોને પોતાનો જીવ પણ ગુમાવવાનો વારો આવ્યો છે.તેથી લોકોએ રખડતા ભટકતા ઢોર અંગે યોગ્ય કાર્યવાહી કરવા જણાવ્યું હતું.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના વાંકાનેર હાઇવે ઉપરના પ્રેમજીનગર વિસ્તારમાં રહેતા પંકજ કાંતિલાલ ચાવડા નામના ૨૬ વર્ષના યુવાનને રફાળેશ્વર ગામે વાહન અકસ્માતના બનાવમાં ઈજા થતા ૧૦૮ વડે સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો અને બનાવ સંદર્ભે હોસ્પિટલ સત્તાવાળાઓ દ્વારા તાલુકા પોલીસને જાણ કરાતા તાલુકા પોલીસ મથકના એમ.જે.કહાંગરા દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.

યુવાન સારવારમાં

મોરબી તાલુકાના રાપર ગામે રહેતા ધર્મેન્દ્રભાઈ પ્રભુભાઈ માંડલિયા નામનો ૪૨ વર્ષનો યુવાન પોતાનું બાઈક લઈને ખેતરે જતો હતો ત્યારે રસ્તામાં બાઈક સાથે રોજડુ અથડાતા તેને ઇજાઓ પહોંચી હોય ખાનગી હોસ્પિટલે ખસેડાયો હતો અને તાલુકા પોલીસ મથકના એમ.જે.જાડેજા દ્વારા આ બાબતે તપાસ કરવામાં આવી હતી.






Latest News