મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ અને ડીડીઓની હાજરીમાં તિરંગા યાત્રા યોજાઈ મોરબી જિલ્લા પંચાયતમાં 6 વર્ષ પહેલા મંજૂર કરાયેલ 8 કામ ન કરવામાં આવતા અંતે રદ્દ કરાયા ફાર્મર જેન-ઝી સમગ્ર ગુજરાતમાં પૂરા વળતર માટે ખાનગી કંપની અને ગુજરાત સરકારને ઝુકાવશે: મોરબીના જેતપર ગામેથી ખેડૂતોનો લલકાર મોરબીના મહેન્દ્રનગર ગામે ભાઈને સ્કૂલે મૂકવા જવાનું કહીને ઘરેથી નીકળેલ યુવતી ગુમ મોરબીના ગાળા ગામ પાસે કારખાનામાં પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી 2 વર્ષના બાળકનું મોત
Breaking news
Morbi Today

માળીયા મિંયાણાના વાધરવા ગામે મારામારીના બનાવમાં ત્રણ ઇજાગ્રસ્તને સારવાર માટે મોરબી ખસેડાયા


SHARE







માળીયા મિંયાણાના વાધરવા ગામે મારામારીના બનાવમાં ત્રણ ઇજાગ્રસ્તને સારવાર માટે મોરબી ખસેડાયા

મોરબી જિલ્લાના માળીયા મિંયાણા તાલુકાના વાધરવા ગામમાં મારામારીનો બનાવ બન્યો હતો જેમાં ત્રણ યુવનોને ઇજા થતા સારવાર માટે મોરબીની સિવિલે લાવવામાં આવ્યા હતા.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના માળિયા મિંયાણા તાલુકાના વાધરવા ગામે રહેતા કુલદીપસિંહ કિશોરસિંહ જાડેજા (ઉમર ૩૫) નામના યુવાનને ગામમાં મારામારીના બનાવમાં ઇજા થતા સારવાર માટે અત્રેની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.જેથી એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડા દ્વારા પ્રાથમિક તપાસ કરીને આ બનાવ માળિયા પોલીસ સ્ટેશન વિસ્તારનો હોવાથી માળીયા પોલીસમાં મારામારીના બનાવની જાણ કરવામાં આવી હતી.જ્યારે વાધરવા ગામના જ ધ્રુવરાજસિંહ સહદેવસિંહ જાડેજા (ઉમર ૨૧) અને ઓમદેવસિંહ સહદેવસિંહ જાડેજા (ઉમર ૨૩) ને પણ વાધરવા ગામે મારામારીના બનાવમાં ઇજા થયેલી હોય બંનેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા જેથી એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ ફુલતરીયાએ પ્રાથમિક તપાસ કરીને આ બનાવ અંગે માળિયા(મિં.) પોલીસમાં જાણ કરી હતી.

વૃદ્ધ સારવારમાં

મોરબીના અયોધ્યાપુરી મેઇન રોડ ઉપર આવેલા જનતા ચશ્મા ઘર પાસે વાહન અકસ્માતનો બનાવ સર્જાયો હતો.જેમાં કાર ચાલકે બાઈકને હડફેટે લેતા બાઈકના પાછળના ભાગે બેઠેલા અમરશીભાઈ રામજીભાઈ કાવર (ઉમર ૮૮) રહે.નાનાભેલા તા.માળીયા(મિં.) ને ઇજાઓ પહોંચી હતી.જેથી તેઓને ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા અને હોસ્પિટલ ખાતે તેઓની સારવાર કરવામાં આવ્યા બાદ આ બનાવ અંગે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા હાલ બનાવ સંદર્ભે વી.કે.ફુલતરીયા દ્વારા આ અંગે નોંધ કરીને આગળની તપાસ કરવામાં આવી હતી.

મારામારીમાં ઈજા થતા સારવારમાં

મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતા કેશુભાઈ બચુભાઈ ઝિંઝુવાડીયા નામના ૫૫ વર્ષીય આધેડને મોરબી વીસી ફાટક પાસે આવેલી ચા ની દુકાને મારામારીના બનાવમાં ઇજાઓ થઈ હતી જેથી તેઓને સારવાર માટે સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા.ત્યાં તેઓની સારવાર કરવામાં આવ્યા બાદ એ ડિવિઝન પોલીસમાં જાણ કરાતા પોલીસ મથકના વી.કે.પટેલ દ્વારા નોંધ કરીને આ મારામારીના બનાવ અંગે આગળની તપાસ ચલાવવામાં આવી હતી.

યુવાન સારવારમાં

મોરબીના હળવદ તાલુકામાં આવેલા ધનાળા ગામે રહેતો મીઠાભાઈ રામનિવાસ મુખાડી નામનો ૪૫ વર્ષનો યુવાન ધનાળાના ફાટક પાસે હતો ત્યાં તેને કોઈ ઝેરી જનાવર કરડી જતા હળવદની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર બાદ તેને વધુ સારવાર માટે અત્રેની સિવિલે લાવવામાં આવ્યો હતો.






Latest News