મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીના ધંધો બારોબાર ન ચાલતા આર્થિક મૂંઝવણથી કંટાળીને યુવાને સરદાર બાગમાં ફિનાઇલ પીધું


SHARE







મોરબીના ધંધો બારોબાર ન ચાલતા આર્થિક મૂંઝવણથી કંટાળીને યુવાને સરદાર બાગમાં ફિનાઇલ પીધું

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ ક્રિષ્ના પાર્કમાં રહેતા યુવાનનો ધંધો બરાબર ચાલતો ન હોવાથી આર્થિક મૂંઝવણના કારણે કંટાળીને તેણે પોતાની જાતે ફિનાઇલની ગોળીઓ પી લીધી હતી જેથી તેને સારવાર માટે મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના વાવડી રોડ ઉપર આવેલ ક્રિષ્ના પાર્કમાં રહેતા સલીમભાઈ અહેમદભાઈ પાયક (૪૨)એ સનાળા રોડ ઉપર આવેલ સરદાર બાગ પાસે ફીનાઇલની પાંચ છ ગોળીઓ પી લીધી હતી જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે મોરબીના સનાળા રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપવામાં આવ્યા બાદ આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના વિપુલભાઈ ફુલતરીયા ચલાવી રહ્યા છે જેથી તેની સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે યુવાનને ભંગારનો ડેલો છે અને છેલ્લા ઘણા સમયથી ધંધો બરાબર ચાલતો ન હોવાથી આર્થિક મૂંઝવણના કારણે કંટાળીને તેને ફિનાઇલની ગોળીઓ પી લીધી હતી તેવું પ્રાથમિક તપાસ સામે આવી રહ્યું છે જેની પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે

પાઇપ માર્યો

મોરબીના વીસીપરા વિસ્તારની અંદર રહેતા હક્કા બાબુભાઈ ગણેશિયા જાતે કોળી (૬૦)ને વીસીપરામા આવેલ જીનના ઝાપા પાસે કલા હેમુભાઇ નામના વ્યક્તિએ પગમાં પાઇપ માર્યો હતો જેથી કરીને ઈજા પામેલા વૃદ્ધને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના વી.ડી. મેતા ચલાવી રહ્યા છે






Latest News