મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબી નજીક ટ્રક રિવર્સ લેતા સમયે યુવાનને હડફેટે લઈને યુવાનનું મોત નિપજાવનાર આરોપીની ધરપકડ


SHARE







મોરબી નજીક ટ્રક રિવર્સ લેતા સમયે યુવાનને હડફેટે લઈને યુવાનનું મોત નિપજાવનાર આરોપીની ધરપકડ

મોરબીના ટિંબડી ગામના પાટીયા પાસે આવેલ સર્વિસ સ્ટેશનમાં વાહન રિવર્સમાં લેવડાવતા સમયે વાહન નીચે યુવાન દબાઈ ગયો હતો જેથી તે યુવાનનું મોત નીપજયું હતું ત્યારબાદ મૃતકના પિતાએ ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપી ટ્રક ચાલકની ધરપકડ કરેલ છે

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી માળિયા હાઇવે ઉપર આવેલ ટિંબડી ગામે રહેતા દિલીપસિંહ ચંદ્રસિંહ રાઠોડ (૩૮) નું આવળ સર્વિસ સ્ટેશન ટિંબડી ગામના પાટીયા પાસે આવેલ છે અને ત્યાં વાહનને રિવર્સમાં લેવડાવવા માટેની કામગીરી થોડા દિવસ પહેલા કરતાં હતા ત્યારે વાહનમાં દબાઈ જવાથી દિલીપસિંહ ચંદ્રસિંહ રાઠોડને ગંભીર ઈજા થઈ હતી અને તેનું મોત નીપજયું હતું આ બનાવમાં મૃતકના પિતા ચંદ્રસિંહ જયમલસિંહ રાઠોડ જાતે-કારડિયા રાજપુત (૬૪) રહે.  ટિંબડી વાળાએ ટાટા કંપનીના ટ્રક નં- આરજે ૧૯ જીએફ ૮૧૬૨ ના ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પીએસઆઈ એસ.એન. સગારકાએ આ ગુનામાં આરોપી મુસેભાઈ હાજીભાઇ ખાં જાતે મુસ્લિમ (૪૦) ધંધો ડ્રાઇવિંગ રહે. જેસિયાત કી ઢાણી બાણ પાસ પોસ્ટ તાલુકો પાસપદરા જિલ્લો બાડમેર રાજસ્થાન વાળાની ધરપકડ કરેલ છે

મારામારીના બનાવમાં ઈજા
મોરબીના માધાપરા વિસ્તારની શેરી નંબર ૨૨ માં રહેતા રાજેશ સવજીભાઇ પીપળીયા નામના ૨૧ વર્ષના યુવાનને મારામારીના બનાવમાં ઇજા થતા સિવિલે સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો અને ત્યાં તેણે નિવેદનમાં જણાવ્યા મુજબ તે વીસીપરા વિસ્તારમાંથી બાઈક લઈને જતો હતો ત્યારે અજાણ્યા લોકોના ટોળા દ્વારા તેને અટકાવીને માર મારવામાં આવ્યો હતો જેથી ઇજા થઈ હતી.જ્યારે મારામારીના બીજા બનાવમાં મોરબી તાલુકાના લીલાપર ગામે દિનેશભાઈની વાડીએ રહીને મજૂરી કામ કરતા જીગ્નેશ વસ્તાભાઈ બામણીયા જાતે ઠાકોર નામના ૨૪ વર્ષના યુવાનને વાડીએ થયેલ મારામારીના બનાવમાં માથાના ભાગે ઈજા થતાં તેને પણ સારવાર માટે સિવિલે લઈ જવામાં આવ્યો હતો જે અંગે તાલુકા પોલીસ મથકના એન.જ.ખડિયા દ્વારા બનાવની તપાસ ચલાવવામાં આવી હતી.તેમજ મારામારીનો ત્રીજો બનાવ મોરબી તાલુકાના જુના સાદુરકા ગામે બન્યો હતો જેમાં મહેશ દેવશીભાઈ હળવદિયા નામના ૩૫ વર્ષના યુવાનને તેના ઘર નજીક થયેલ મારામારીના બનાવમાં ઈજા થતા તેને પણ સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડાયો હોય તાલુકા પોલીસ દ્વારા નોંધ કરીને તપાસ ચલાવવામાં આવી હતી.






Latest News