મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા કક્ષાની યુવા ઉત્સવની સ્પર્ધાઓમા નાલંદા વિદ્યાલયનો દબદબો


SHARE







મોરબી જિલ્લા કક્ષાની યુવા ઉત્સવની સ્પર્ધાઓમા નાલંદા વિદ્યાલયનો દબદબો

મોરબી જિલ્લામાં તાજેતરમાં યુવા ઉત્સવની જુદીજુદી સ્પર્ધા યોજાઈ હતી જેમાં ટંકારા તાલુકાનાં વીરપર પાસે આવેલ નાલંદા વિદ્યાલયના વિદ્યાર્થીઓ મોખરે રહ્યા હતા અને તેમણે વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લઈને ઇનામ મેળવ્યા છે અને શાળા તેમજ પરિવારનું નામ રોશન કર્યું છે

રાજકોટના નહેરૂ યુવા કેન્દ્ર દ્વારા મોરબી જિલ્લા મુકામે યુ.એન.મહેતા કોલેજમાં યુવા ઉત્સવ ઈન્ડીયા @2047 સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વકતૃત્વ સ્પર્ધા, ચિત્રકલા, મોબાઈલ ફોટોગ્રાફી, કાવ્યલેખન તેમજ સામૂહિક સાંસ્કૃતિક સ્પર્ધા યોજાઈ હતી ત્યારે મોરબીના કલેકટર જી.ટી. પંડ્યાની હાજરીમાં કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો અને જિલ્લા કક્ષાની યુવા ઉત્સવ સ્પર્ધામાં નાલંદા વિદ્યાલયના વિદ્યાર્થીઓએ પોતાની પ્રતિભાને ઉજાગર કરી હતી અને અલગ-અલગ સ્પર્ધામાં નંબર મેળવી સન્માનિત થયાં હતા

જેમાં સામૂહિક સાંસ્કૃતિક સ્પર્ધામાં ગરબા સ્પર્ધામાં પ્રથમ ક્રમ મેળવ્યો હતો. જયારે વ્યકિતગત સ્પર્ધાઓ જેવી કે ચિત્રકલામાં મિથુન પન્નીરસેલ્વમ દ્વિતીય નંબર અને શૈલી દાસે તૃતીય નંબર મેળવ્યો હતો. મોબાઈલ ફોટોગ્રાફીમાં પ્રથમ સાદરીયા દિયા અને દ્વિતીય ગામી ઈપ્સા તેમજ વકતૃત્વ સ્પર્ધામાં શેરસીયા દિયાએ તૃતીય નંબર મેળવ્યો હતો. આ સ્પર્ધાને અંતે બધાં જ સ્પર્ધકોને ઈનામ વિતરણ સમારોહમાં મોરબી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા હાજર રહ્યા હતા અને તેના હસ્તે ઈનામની ૨કમ અને સર્ટીફિકેટ આપવામાં આવ્યા હતા જે બાળકો માટે અને શાળા પરિવાર માટે ગૌરવની વાત છે. અને હવે પ્રથમ નંબર પામેલ તમામ સ્પર્ધક આગામી દિવસોમાં મોરબી જિલ્લાનું અને શાળાનું પ્રતિનિધિત્વ કરવા રાજ્ય કક્ષાએ જશે. તેવું નાલંદા વિદ્યાલયના સંચાલક જયેશભાઇ ગામી જણાવ્યુ છે






Latest News