મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

ટંકારાના છત્તર-સજનપર ગામે પ્રાથમિક શાળામાં ગુરુપૂર્ણિમાની ઉજવણી કરાઇ


SHARE







ટંકારાના છત્તર-સજનપર ગામે પ્રાથમિક શાળામાં ગુરુપૂર્ણિમાની ઉજવણી કરાઇ

ટંકારા તાલુકાનાં છત્તર ગામે આવેલ પ્રાથમિક શાળામાં ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે ગામના સરપંચ કોમલબેન રસિકભાઈ ભીમાણી સહિતના આગેવાનો હાજર રહ્યા હતા અને બાળકો દ્વારા જુદીજુદી ક્રુતિ પણ રજૂ કરવામાં આવી હતી અને ત્યાર બાદ છત્તર ગામના સરપંચ કોમલબેન રસિકભાઈ ભીમાણી તરફથી બાલ વાટિકામાં પ્રવેશ મેળવેલ બાળકોને બેગ ભેટમાં આપી હતી આ તકે એસ.એમ.સી. ના સભ્યો જુણાત રોશનબેન, પરમાર નીરૂબેન, સુરાણી કૈલાશબેન હાજર રહ્યા હતા અને દાતા કોમલબેનનું શિક્ષિકા પીઠડીયા હીનાબેન દ્વારા સાલ ઓઢાડી સન્માન કરીને આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમનું સંચાલન શાળાના આચાર્ય ભાવેશભાઈ સંઘાણીએ કર્યું હતું. આવી જ રીતે સજનપર પ્રા. શાળામાં પણ ગુરૂપૂર્ણિમા ઉજવવામાં આવી હતી ત્યારે બાળકોએ ગુતું પૂજન કર્યું હતું અને ગુરુજનોના આશીર્વાદ મેળવ્યા હતા ત્યાર બાદ શાળાના શિક્ષકો આદ્રોજા કેતનભાઈ અને કાવર માયાબેન દ્વારા બાળકોને એમના જીવનમાં ગુરુનું શુ મહત્વ હોય તેના વિશે ખૂબ જ સરસ માર્ગદર્શન આપ્યું હતું તો શાળાના આચાર્ય અલ્પેશભાઈ પુજારાએ ગુરુપૂર્ણિમાના મહત્વ વિશે વાત કરી હતી ત્યારે ભારત વિકાસ પરિષદ તરફથી ભાગ લેનાર તમામ બાળકોને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા આ કાર્યક્રમના આયોજન બદલ શાળાના આચાર્ય અલ્પેશભાઈ પુજારાએ તમામને અભિનંદન પાઠવ્યા છે






Latest News