મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

હળવદ-સજનપરમાંથી દારૂની ૫૬ બોટલ-બિયરના ૨૪૦ ટીન સાથે બે શખ્સની ધરપકડ


SHARE







હળવદ-સજનપરમાંથી દારૂની ૫૬ બોટલ-બિયરના ૨૪૦ ટીન સાથે બે શખ્સની ધરપકડ

હળવદ શહેરમાં ચોત્રરા ફળી ભેણીના ઢાળે રહેતા શખ્સનાં ઘરની અંદર દારૂ બિયરનો જથ્થો હોવાની બાતમી મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં દારૂની રેડ કરવામાં આવતા ઘરમાંથી ૫૬ બોટલ દારૂ તથા ૨૪૦ બીયરના ટીન મળી આવ્યા હતા જેથી પોલીસે દારૂ બિયરનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપીની ધરપકડ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદમાં ચોત્રરા ફળી ભેણીના ઢાળે રહેતા દિલીપભાઈ કરસનભાઈ ચાવડાના ઘરની અંદર દારૂનો જથ્થો હોવાની સ્થાનિક પોલીસની બાતમી મળી હતી જેના આધારે પોલીસે દારૂની રેડ કરતા ઘરમાંથી દારૂની જુદી જુદી બ્રાન્ડની ૫૬ બોટલો મળી આવી હતી તેમજ બિયરના ૨૪૦ ટીન મળી આવ્યા હોય પોલીસે સ્થળ ઉપરથી ૪૩૧૫૫ ની કિંમતના મુદ્દામાલને કબજે કર્યો હતો અને આરોપી દિલીપભાઈ કરસનભાઈ ચાવડા જાતે દલવાડી (૪૦) રહે. ભેણીના ઢાળે ચોતરા ફળી હળવદ વાળાની ધરપકડ કરેલ છે અને આ શખ્સ પાસેથી મળી આવેલ દારૂની બોટલો તે કોની પાસેથી લાવ્યો હતો તે દિશામાં હવે સ્થાનિક પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે

બે બોટલ દારૂ

ટંકારા તાલુકાના સજનપર ગામે દેવીપુજક વાસના ઢોળા પાસેથી પસાર થતા શખ્સને રોકીને પોલીસે ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની બે બોટલો મળી આવી હતી જેથી પોલીસે ૬૦૦  ની કિંમતની દારૂની બોટલો કબજે કરી હતી અને આરોપી નાનાભાઈ પાવતાભાઈ માવી જાતે આદિવાસી (૩૧) રહે. હાલમાં સજનપર ગામની સીમ સહદેવસિંહ જાડેજાની વાડી વાળાને ઝડપી લીધેલ છે અને તેની પાસેથી મળી આવેલ દારૂની બોટલો તે ક્યાંથી લાવ્યો હતો તે દિશામાં તપાસ શરૂ કરે છે






Latest News