મોરબી નાગરિક સહકારી બેંકનું મંત્રી-સાંસદની હાજરીમાં રીનોવેશન કામ શરૂ કરાયું મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોના હિતમાં મેયરને કરવામાં આવી રજૂઆત મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા વિર સાવરકર વિશે પ્રશ્ન પૂછવા બદલ શિક્ષકને સસ્પેન્ડ કરવાના વિરોધમાં કલેકટરને આવેદન અપાયું મોરબી જીલ્લામાં વિવિધ સંગઠનોના શ્રમિકોના પડતર પ્રશ્નો માટે ભારતીય મજબૂર સંઘ દ્વારા આવેદન અપાયું જીવા રાજી તો શિવ રાજી: મોરબીમાં શ્રાવણના પ્રથમ સોમવારે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાતું યંગ ઈન્ડિયા ગ્રૂપ મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કવિ સંમેલન-કાવ્યલેખન સ્પર્ધાનું આયોજન ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ
Breaking news
Morbi Today

હળવદના ઢવાણા ગામના અરજદારના પ્રશ્રનું નિરાકરણ લાવી આંગણામાંથી ઇલેકટ્રીક થાંભલો દુર કરાયો


SHARE







હળવદના ઢવાણા ગામના અરજદારના પ્રશ્રનું નિરાકરણ લાવી આંગણામાંથી ઇલેકટ્રીક થાંભલો દુર કરાયો

મોરબી જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં હળવદ તાલુકાના ઢવાણા ગામના અરજદારશ્રી વેરસીભાઇ વેલાભાઇ કુંભારના તેમના રહેણાંકના મકાનના દરવાજાની વચ્ચે આવેલ ઇલેકટ્રીક થાંભલો દૂર કરવા બાબતના પ્રશ્નનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો.

તેમના પ્રશ્નનો હકારાત્મક નિકાલ થતા હર્ષભેર વેરસીભાઈ જણાવે છે કે, “મારા આંગણામાં આવવા જવામાં નડતરરૂપ બને એવી જગ્યાએ બરોબર વચ્ચે થાંભલો હતો. આ થાંભલો હટાવવો ખૂબ જરૂરી હતો. આ થાંભલો હટાવવા માટ મે પેલા સ્થાનિક કક્ષાએ રજૂઆત કરી હતી પણ તેમણે રજૂઆત ધ્યાને ન લેતા આ પ્રશ્ન સ્વાગત કાર્યક્રમમાં લેવામાં આવ્યો હતો જેમાં કલેક્ટરશ્રીની સુચના અનુસાર મારા આંગણામાંથી એ નડતરરૂપ થાંભલો હટાવી દેવામાં આવ્યો છે. જેથી હું કલેક્ટરશ્રી અને સરકારનો આભારી છું. આ સ્વાગત કાર્યક્રમ શું કહેવાય એની તો મને ખબર ન પડે પણ જે હોય અમારા જેવા નાના માણસોના નાના-મોટા પ્રશ્નોને ધ્યાને લઈ તેનું નિરાકરણ કરવામાં આવે છે તે મહત્વનું છેગત ૨૨/૦૬/૨૦૨૩ના રોજ જિલ્લા કલેકટર જી.ટી. પંડ્યાના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી સભાખંડ ખાતે યોજાયેલ જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં જિલ્લાના કુલ ૯ જેટલા પ્રશ્નો રજુ થયા હતા જે તમામ પ્રશ્નનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો.

જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં હળવદ તાલુકાના ઢવાણા ગામના અરજદાર વેરસીભાઇ વેલાભાઇ કુંભાર દ્વારા તેમના રહેણાંકના મકાનના દરવાજાની વચ્ચે આવેલ ઇલેકટ્રીક થાંભલો દૂર કરવા બાબતનો પ્રશ્ન રજુ કર્યો હતો. અરજદાર દ્રારા ઇલેક્ટ્રીક થાંભલો દૂર કરવા માટે પી.જી.વી.સી.એલ કચેરી હળવદને અવાર-નવાર રજુઆત કરી હતી તેમ છતાં આ પ્રશ્ન પ્રત્યે કોઇ ધ્યાન ન આપતા જિલ્લા સ્વાગતમાં આ પ્રશ્ન લેવા રજુઆત કરવામાં આવી હતી. જે અન્વયે આ પ્રશ્ન જુન-૨૦૨૩ના જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં લઇ સંબંધિત પી.જી.વી.સી.એલ. વિભાગને કલેકટર દ્રારા તાત્કાલીક અરજદારના પ્રશ્નનું નિરાકરણ કરવા જરૂરી સુચના આપતા પી.જી.વી.સી.એલ. વિભાગ દ્વારા અરજદારના રહેણાંકના દરવાજા વચ્ચે આવેલ ઇલેકટ્રીક થાંભલો દૂર કરવામાં આવ્યો છે.






Latest News