મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીના ખેવારીયા ગામે જાહેરમાં જુગાર રમતા પાંચની ધરપકડ


SHARE







મોરબીના ખેવારીયા ગામે જાહેરમાં જુગાર રમતા પાંચની ધરપકડ

મોરબી તાલુકા પોલીસે મોળી રાત્રીના નાઈટ રાઉન્ડ દરમિયાન મોરબીના ખેવારીયા ગામે જાહેરમાં જુગાર રમી રહેલા પાંચ ઇસોમો ઉપર રેડ કરીને રોકડ રકમ સાથે પાંચની ધરપકડ કરી હતી.

મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે સ્ટાફ નાઇટ રાઉન્ડમાં હતો તે દરમિયાનમાં મળેલ બાતમીના આધારે મોરબીના ખેવારીયા ગામે રામજી મંદિર વાળી શેરીમાં રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં જાહેરમાં જુગાર રમી રહેલ રજનીકાંત ઉર્ફે લાલો હંસરાજ જોશી (૩૦) રહે. મૂળ ખેવારીયા હાલ રહે.મોરબી વાવડી રોડ ભગવતીપરા, રમેશ બચુ કાલરીયા પટેલ (૪૫), ગોરધન અવચર રાજપરા પટેલ (૫૩), ભીખુભા બાલુભા જાડેજા દરબાર (૪૫) અને રાજેશ જેઠા પ્રજાપતિ કુંભાર (૩૭) રહે.બધા ખેવારીયા વાળા જાહેરમાં જુગાર રમતા મળી આવતા તેઓ પાસેથી રોકડા રૂપિયા ૧૧,૨૧૦ જપ્ત કરીને પાંચેય સામે જુગારધારાની કલમ ૧૨ મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી.

અકસ્માતમાં ઇજા

મોરબી વાંકાનેર હાઈવે ઉપર આવેલ કુબેર સિનેમા પાસેથી મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ રમેશ કોટન મીલની ચાલીમાં રહેતા હરગોવિંદભાઈ દયારામભાઈ ચૌહાણ (૪૫) નામનો યુવાન પસાર થઈ રહ્યો હતો ત્યારે કોઈ અજાણ્યા વાહન ચાલકે તેને હડફેટે લેતા ઇજા થઈ હતી જેથી હરગોવિંદભાઈ ચૌહાણને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપવામાં આવ્યા બાદ આ બનાવ અંગેની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી.
મારામારીમાં ઇજા

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં નટરાજ ફાટક પાસે આવેલ વાઘજી બાપુના બાવલા પાસે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં મોરબીના રવાપર રોડ ઉપર આવેલ કાલિકા પ્લોટમાં ભવાની સોડા વાળી શેરીમાં રહેતા અક્રમ અમીનભાઇ કાદરી (૨૧) નામના યુવાનને ઇજા થઈ હતી જેથી કરીને ઈજા પામેલ હાલતમાં તે યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.આ બનાવની આગળની વધુ તપાસ વાલભા ચાવડા ચલાવી રહ્યા છે.






Latest News