મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીના રંગપર ગામેથી ગુમ થયેલ યુવાન નવસારી જિલ્લામાંથી મળ્યો: પ્રેમપ્રકરણ ખૂલ્યું


SHARE







મોરબીના રંગપર ગામેથી ગુમ થયેલ યુવાન નવસારી જિલ્લામાંથી મળ્યો: પ્રેમપ્રકરણ ખૂલ્યું

મોરબીના રંગપર ગામના યુવાનને ધાંગધ્રા તાલુકાની યુવતી સાથે પ્રેમ સંબંધ હતો જેથી તે પોતાના ઘરેથી ચાલ્યો ગયો હતો અને તેની કોઈ જગ્યાએથી તેનો પત્તો નહીં લગતા આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે યુવાનને શોધવા માટેની કવાયત શરૂ કરી હતી અને હાલમાં તે નવસારી જિલ્લાના ખેર ગામેથી મળી આવ્યો છે અને યુવાન પુખ્ત ન હોવાથી તેના લગ્ન થી શકે તેમ ન હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે

મોરબીના જેતપર રોડ ઉપર આવેલ રંગપર ગામમાં રહેતા દિનેશભાઈ સાગઠીયાનો (૧૯) વર્ષનો દીકરો રોનક ગત તા. ૨૨/૬ ના રોજથી પોતાના ઘરેથી ગુમ થયો હતો અને તેને શોધવા માટે કવાયત કરતા હતા જોકે તેને કોઈ જગ્યાએથી ભાળ ન મળતા આ બનાવ અંગેની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી ત્યારબાદ પોલીસ દ્વારા પણ યુવાનને શોધવા માટેની તજવીજ શરૂ કરવામાં આવી હતી અને આ યુવાને હાલમાં નવસારી જિલ્લાના ખેરગામેથી મળી આવ્યો છે વધુમાં આ બનાવવાની તપાસ કરી રહેલા ફિરોજભાઈ સુમરા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે યુવાનને ધાંગધ્રા તાલુકાની યુવતી સાથે પ્રેમ સંબંધ હોય તે પોતાના ઘરેથી ચાલ્યો ગયો હતો જો કે, તે પુખ્ત ન હોવાથી લગ્ન થઈ શકે તેમ ન હતું

મારામારીમાં ઇજા
મોરબી માળિયા હાઇવે ઉપર આવેલ લક્ષ્મીનગર ગામના પાટીયા પાસે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં લક્ષ્મીનગર ગામે રહેતા ભગવાનજીભાઈ કાનજીભાઈ ભંખોડીયા (૩૮) નામના યુવાનને ઇજા થઈ હતી જેથી કરીને ઈજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના મનીષભાઈ બારૈયા ચલાવી રહ્યા છે

અકસ્માતમાં ઇજા
મોરબીની રવીરાજ ચોકડી પાસે આવેલ ભરડીયામાં કામગીરી દરમિયાન ત્યાં સ્ટાફ કવાર્ટરમાં રહેતા અને કામ કરતાં મુકેશભાઈ નારણભાઈ મહેતા (૩૧) નામના યુવાનને મોઢાના ભાગે ઇજા થઈ હતી જેથી કરીને ઈજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવવાની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News