મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના શિક્ષકોને દિવ્યજીવન સંઘ દ્વારા યોગાસન માર્ગદર્શિકા પુસ્તક અપાયું


SHARE







મોરબી જિલ્લાના શિક્ષકોને દિવ્યજીવન સંઘ દ્વારા યોગાસન માર્ગદર્શિકા પુસ્તક અપાયું

મોરબીમાં સાહિત્ય ક્ષેત્રે ખુબજ કાર્ય થાય છે.અનેક લેખકોના પુસ્તકો અવારનવાર પ્રકાશિત થતા હોય છે,અને આ રીતે સાહિત્ય જગતની સેવા થતી હોય છે,થોડા દિવસ પહેલાં દિવ્યજીવન સંઘ દ્વારા મોરબી જિલ્લાની તમામ શાળાઓમાં તંદુરસ્તી તમારા હાથમાં નામનું દળદાર પુસ્તક અર્પણ કરાયું હતું, હાલ વધુ એક વખત મોરબીના રવજીભાઈ કાલરીયા જે દિવ્ય જીવન સંઘમાં ઘણા વર્ષોથી સેવારત છે અને મોરબીના લોકો તંદુરસ્ત રહે એ માટે ચિંતન મનન કરતા હોય છે 

હાલના સમયમાં નાના ઉંમરના લોકો માટે હાર્ટ એટેકના અનેક કિસ્સાઓ જોવા મળી રહ્યા છે,ત્યારે ભારતની ઋષી પરંપરા એવા નિયમિત રીતે યોગ કરવાથી તન,મન નિરોગી અને પ્રફુલ્લિત રહે છે,રવજીભાઈ કાલરીયાના પ્રયત્નોથી મોરબી જિલ્લાના પ્રાથમિક,માધ્યમિકના  પાંચ હજાર જેટલા શિક્ષકોને આ પુસ્તક અર્પણ કરવામાં આવ્યું છે, શરીર,મન અને પ્રાણને જોડનાર જો કોઈ તત્વ હોય તો એ છે યોગાસન.લોકો યોગાસન સરળતાથી કરી શકે એ માટેનું માર્ગદર્શન આ પુસ્તકમાં આપેલ છે,આ પુસ્તિકામાં યોગના ફાયદા, સૂર્યનમસ્કાર, શવાસન, શીર્ષાસન, સર્વાંગાસન,મત્સ્યાસન હલાસન, પશ્ચિમોતાસન,ભુજંગાસન મકરાસન, શલભાસન,ધનુરાસન ચક્ર આસન,યોગમુદ્રા,મયૂરાસન તેમજ પ્રાણાયામની સચિત્ર સમજ તેમજ જે તે યોગાસનથી થતા ફાયદાઓનું વર્ણન કરેલ છે,આ પુસ્તક શિક્ષકો માટે અને વિદ્યાર્થીઓ માટે ખુબજ ઉપયોગી સાબિત થશે,મોરબી તાલુકાના શિક્ષકોને હાલ આ પુસ્તક વિતરણ થઈ રહ્યું છે,અન્ય તાલુકામાં આગામી દિવસોમાં વિતરણ કરવામાં આવશે,આવી સુંદર પ્રવૃત્તિ બદલ રવજીભાઈ કાલરીયા તેમજ દિવ્યજીવન સંઘનો તમામ શિક્ષકોએ આભાર પ્રકટ કરેલ છે.






Latest News