મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીના ગાળા ગામ પાસે દુકાનમાં બાટલા ફાટવાની ઘટનામાં એક વ્યક્તિનું મોત: એફએસએલની તપાસ શરૂ


SHARE











મોરબીના ગાળા ગામ પાસે દુકાનમાં બાટલા ફાટવાની ઘટનામાં એક વ્યક્તિનું મોત: એફએસએલની તપાસ શરૂ

મોરબીના માળિયા હાઇવે ઉપર આવેલ ગાળા અને ગુંગ ગામના પાટીયા નજીક આવેલ કૈલાશ ચેમ્બર નામના શોપિંગ સેન્ટરમાં દુકાનમાં આગ લાગી હતી અને ત્યારે આગ લાગવાના બનાવના પગલે દુકાનમાં રહેલ માલ સામાનની સાથે ત્યાં પડેલા ગેસના બાટલા પણ ધડાધડ બ્લાસ્ટ થાય હતા ત્યારે રસ્તા ઉપરથી પસાર થતાં યુવાનને બાટલો લાગતા ઈજાઓ થવાથી તેનું મોત નીપજયું હતું તેમજ આસપાસની પાછળ દુકાનો આગમાં ભસ્મીભૂત થઈ ગઈ હતી તથા સામે પડેલા બે મોટર સાયકલ પણ બળીને ખાખ થઈ ગયેલ છે ત્યારે હવે આ બનાવમાં એફએસએલની ટિમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે

મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના ગાળા અને ગુંગ ગામના પાટીયા પાસે આવેલ કૈલાસ ચેમ્બર નામના શોપિંગ સેન્ટરમાં કાવ્યા હાર્ડવેર નામની દુકાનમાં કોઈ કારણોસર આગ લાગી હતી જેથી તેમાં રહેલ પ્લાસ્ટિકની ઘર વપરાશની વસ્તુઓનો જથ્થો તથા બાજુમાં આવેલ કાવ્ય ઈલેક્ટ્રિક નામની દુકાનમાં આગ લાગી હતી તેમજ હાર્ડવેર અને ઇલેક્ટ્રીકની દુકાનના ગોડાઉનમાં પણ આગ લાગતા ત્યાં પડેલા ગેસના બાટલાઑ બ્લાસ્ટ થાય હતા અને તે સમયે ત્યાંથી પસાર થઈ રહેલા સલમાનખાન ચાંદબાબુખાન (૧૭) રહે. સિરામિક સિટી લાલપર તાલુકો જીલ્લો મોરબી વાળાને ગેસનો બાટલો ફાટીને વાગ્યો હતો જેથી તેનું ઘટના સ્થળે મોત નીપજયું હતું અને તેની ડેડબોડીને પોસ્ટમોર્ટમ માટે અત્રે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી આ બના અંગે તાલુકા પોલીસને જાણ કરાતા હાલ તાલુકા પોલીસ મથકના જે.બી. પરમાર આ અંગે આગળની તપાસ ચલાવી રહ્યા છે ઉપરોક્ત બનાવ સંદર્ભે મોરબી તાલુકા પોલીસ મથક ખાતે જયરાજ ઉગાભાઇ ડાંગર જાતે આહિર (૨૩) રહે. મયુરનગર તાલુકો હળવદ વાળાએ આવીને જાહેરાત કરી હતી કે, કૈલાશ ચેમ્બર કાવ્ય હાર્ડવેર નામની દુકાનમાં કોઈ કારણોસર આગ લાગતા કાવ્ય હાર્ડવેર બાજુમાં આવેલ કાવ્ય ઈલેક્ટ્રીક તથા તેમના ગોડાઉનમાં રહેલ ગેસના બાટલા ફાટવાથી સંપૂર્ણપણે પાંચ છ દુકાનો આગમાં ભસ્મિભૂત થઈ ગઈ હતી અને ચેમ્બરની સામે આવેલ બે મોટર સાયકલ પણ આગની જપેટમાં આવી જતા તેમાં નુકસાની પહોંચેલ છે હાલ એફએસએલમાં જાણ કરીને તાલુકા પોલીસના જે.બી. પરમાર દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે






Latest News