મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

હળવદના મિયાણી ગામના પ્રેમી યુગલે કેનાલમાં ઝંપલાવીને સજોડે કર્યો આપઘાત


SHARE







હળવદના મિયાણી ગામના પ્રેમી યુગલે કેનાલમાં ઝંપલાવીને સજોડે કર્યો આપઘાત

મોરબી જિલ્લાના હળવદ તાલુકાનાં મિયાણી ગામે રહેતા પ્રેમી યુગલે ટિકર ગામ પાસેથી પસાર થતી નર્મદાની કેનાલમાં ઝંપલાવ્યું હતું જેથી કરીને તેની શોધખોળ શરૂ કરવામાં આવી હતી અને ત્યાર બાદ પાણીમાંથી પ્રેમી યુગલની બોડી મળી આવતા તેને હળવદ સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની નોંધ કરીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના મિયાણી ગામે રહેતી સીધ્ધીબેન નીતીનભાઇ કુરીયા જાતે કોળી (૧૮) અને મિયાણી ગામે રહેતા અજયભાઇ મનસુખભાઇ ઝીંઝુવાડીયા જાતે કોળી (૨૨) વચ્ચે પ્રેમ સબંધ હતો અને આ પ્રેમી યુગલ રાત્રી સમયે ગુમ થઈ ગયું હતું અને તે બંનેને તેના પરિવારજનો શોધી રહ્યા હતા તેવામાં મિયાણી અને ટીકર વચ્ચે પસાર થતી નર્મદા કેનાલ કાંઠેથી યુવકનો મોબાઇલ, ચપ્પલ અને બાઈક મળી આવ્યું હતું જેથી કરીને પ્રેમી યુગલે કેનાલમાં ઝંપલાવ્યું હોવાની શંકાને આધારે તરવૈયાઓની મદદ લેવામાં આવી હતી અને કેનાલમાંથી તે બંનેની બોડી મળી આવી હતી જેથી કરીને સીધ્ધીબેન નીતીનભાઇ કુરીયા અને અજયભાઇ મનસુખભાઇ ઝીંઝુવાડીયાની ડેડબોડીને પીએમ માટે હળવદની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને બનાવની હળવદ તાલુકા પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે 






Latest News