મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીના બાયપાસ રોડ ઉપરથી 10 જેટલા કાચા પાકા દબાણોને મનપાની ટીમે તોડી પાડ્યા મોરબીમાં ઘરેલુ હિંસાથી પીડિત સગર્ભા મહિલાને અજુગતુ પગલુ ભરતા બચાવતી 181 અભયમ ટીમ વાંકાનેરમાં મંદિરના નવનિર્માણના નામે જુદાજુદા બે લક્કી ડ્રોની ટિકિટોનું વેચાણ કરતો એજન્ટ પકડાયો: 13 સામે ગુનો નોંધાયો મોરબીના નીચી માંડલ પાસે રોડ ક્રોસ કરતાં યુવાનને ડમ્પર ચાલકે હડફેટે લેતા પગમાં 3 ફ્રેકચર: વાંકાનેરમાં જુગાર રમતા ચાર પકડાયા ટંકારાના સાવડી ગામ પાસે બાઇક ચાલકે સાયકલને ટક્કર મારતા ઇજા પામેલા આધેડનું સારવારમાં મોત વાંકાનેર-માળીયા તાલુકા અને મોરબી શહેરમાં વિદેશી દારૂની 4 રેડ: દારૂની નાની મોટી 30 બોટલ કબ્જે
Breaking news
Morbi Today

નામ બડે ઓર દર્શન છોટે !: હળવદ તાલુકાનાં અગરીયા આજની તારીખે વાવાઝોડાની સરકારી સહાયથી વંચિત ?


SHARE











નામ બડે ઓર દર્શન છોટે !: મોરબી જીલ્લાના હળવદ તાલુકાનાં અગરીયા આજની તારીખે વાવાઝોડાની સરકારી સહાયથી વંચિત ?

મોરબી જીલ્લાના હળવદ તાલુકામાં તોક્તે વાવાઝોડા સમયે મીઠાના અગરમાં મોટા પ્રમાણમા નુકશાન થયું હતું જેથી કરીને મીઠાના કામદાર, અગરીયાઓને વાવાઝોડામાં થયેલા નુકશાનની સામે વળતર આપવાની માંગ કરવામાં આવી હતું જેથી કરીને સર્વે સહિતના નાટકો કરવામાં આવ્યા હતા જો કે, આજ દિવસ સુધી અગરીયનોને સરકાર તરફથી એક રૂપિયાની સહાય આપવામાં આવી નથી ત્યારે મોરબી જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના દંડકની આગેવાનીમાં કલેકટરને આવેદન પત્ર આપીને વળતરની રકમ ચુકવવા માંગ કરવામાં આવી છે

મોરબી જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના દંડક સરોજબેન ધર્મેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં આજે કલેકટરને આવેનદનપત્ર આપવામાં આવ્યું છે જેમાં લખ્યું છે કે, રાજયમાં જે તોફતે વાવાઝોડુ આવેલ હતું તેના લીધે હળવદ તાલુકાના મીઠું પક્વતા અગરીયાઓને પારાવાર નુકશાન થયેલ હતું અને અગરીયા દ્વારા સરકારમાં રજુઆતો કરતા સરકાર દ્વારા રાહત પેકેજ સહાય જાહેર કરવામાં આવેલ હતી અને સરકારે અગરીયાઓને ૧ (એક) એકર દીઠ રૂપીયા ૩૦૦૦ ની એમ વધુમાં વધુ દસ એકર સુધીની સહાય આપવાની જાહેરાત કરેલ હતી અને જિલ્લા ઉધોગ કચેરી મારફત રાહત પેકેજના ફોર્મ વિતરણ કરીને મીઠું પકવતા અગરીયાઓના મીઠાના ધોવાણ અંગેનો સર્વે હાથ ધરીને તા .૩૧/૭/૨૦૨૧ સુધીમાં અગરીયાઓ મળવાપાત્ર સહાયના આધાર પુરાવાઓ સાથેના ફોર્મ ભરીને જીલ્લા ઉદ્યોગ કેન્દ્ર પાસે આપી દેવામાં આવ્યા હતા પરંતુ મીઠાના કામદાર અને અગરીયાઓને હજુ સુધી સરકાર દ્વારા કોઈ વળતરની રકમ ચુકવવામાં આવેલ નથી આમ ત્રણ માસ જેટલો સમય થઈ ગયેલ હોવા છતા હજુ સુધી વળતર આપેલ ન હોવાથી અગરીયાઓની હાલત કફોડી બનેલ છે ત્યારે વાવાઝોડાના વળતરની રકમ તાત્કાલિક ચૂકવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે






Latest News