મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીના ડો.જયેશ સનારીયા વિશ્વ યોગ દિવસે આંતર રાષ્ટ્રીયકક્ષાની યોગ હરીફાઈમાં પ્રથમ ક્રમાંક વિજેતા


SHARE







મોરબીના ડો.જયેશ સનારીયા વિશ્વ યોગ દિવસે આંતર રાષ્ટ્રીયકક્ષાની યોગ હરીફાઈમાં પ્રથમ ક્રમાંક વિજેતા

૨૧ મી જૂનના રોજ આંતર રાષ્ટ્રીય યોગ દિવસ નિમિતે ઋીષિકેશ ખાતે યોગની હરીફાઈ યોજાયેલી હતી.જેમાં સમગ્ર વિશ્વમાથી ઉમરની કેટેગરી મુજબ ૧૫ વ્યક્તિઓને સિલેક્ટ કરવામાં આવ્યા હતા.જેમાં ૪૦ વર્ષથી વધુ ઉંમરની કેટેગરીમા મોરબીની સ્પર્શ સ્કીન અને કોસ્મેટિક ક્લિનિકના ડાઇરેક્ટર ડો.જયેશ સનારીયા અને દેવેન્દ્રભાઈ ફુલતારીયાએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને ફાઇનલ રાઉન્ડમા જયેશભાઇ સિલેક્ટ થયાં હતા જેમાં પ્રથમ નંબર મેળવ્યો હતો.

આજના ભાગદોડ અને ટેન્શનવાળી લાઈફ સ્ટાઇલમાં જો દરેક વ્યક્તિ દરરોજ અડધો કલાક યોગા, પ્રાણાયામ અને મેડિટેશન કરે તો શારીરિક ફિટનેસ અને માનસિક શાંતિમાં ચોક્કસ ફાયદો થાઈ છે.જેનું બેસ્ટ ઉદાહરણ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી છે.જે આટલા બીઝિ હોવા છતાં પણ એક દિવસ યોગ કરવાનું ચૂકતા નથી અને એમને કયારેય બીમાર કે થાકેલા જોયા નથી.ડૉ.જયેશ સનારિયા એમના મિત્રો ડૉ.શૈલેશ પટેલ, ડૉ.વિનોદ કૈલા, સંદીપભાઈ પટેલ, ભાવિન ભાડજા અને દેવેન્દ્ર ફુલતરીયા સાથે છેલ્લા ૫ વર્ષથી યોગની પ્રેક્ટિસ કરે છે અને એમના ગુરૂ કમલેશભાઈ પટેલના કહેવા મુજબ યોગ કરવાથી સ્કીન અને વાળને લગતા રોગોમા તો ચોક્કસ ફાયદો થાઈ જ છે.પરંતુ સાથે સાથે ડાયાબિટીસ, થાઇરોડ, બ્લડ પ્રેસર, મેદસ્વીતા, કબજિયાત, એસીડીટી, અનીદ્રા અને ડિપ્રેસન જેવા હઠીલા રોગોમાં પણ લાભ કરે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે મોરબી ના ડો. જયેશ સનારીયા ને સ્પર્શ ક્લિનીક ને વર્ષ ૨૦૧૫-૧૬ મા આઈ.એમ.એ. ગુજરાત બ્રાંચ દ્વારા રાજ્ય કક્ષા નો બેસ્ટ ક્લિનીક એવોર્ડ, વર્ષ ૨૦૧૭-૧૮ મા આઈ.એમ.એ મોરબી બ્રાંચ દ્વારા બેસ્ટ એકેડેમિશિયન એવોર્ડ તથા ગુજરાત બ્રાંચ દ્વારા રાજ્ય કક્ષા નો બેસ્ટ સોશિયલ સર્વિસ એવોર્ડ એનાયત કરવા મા આવ્યો હતો ત્યારે તાજેતર મા આંતર રાષ્ટ્રીય કક્ષા એ નામના મેળવી સમગ્ર મોરબીને ગૌરવ અપાવ્યુ છે.






Latest News