મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

વાવાઝોડાં સંદર્ભે સ્થળાંતરિતો માટે ભોજન અંગે મોરબીના શ્રી જલારામ પ્રાર્થના મંદિર પર વિશ્વાસ મુકી તક આપવા બદલ મંત્રી સહીતનાઓનો આભાર


SHARE







વાવાઝોડાં સંદર્ભે સ્થળાંતરિતો માટે ભોજન અંગે મોરબીના શ્રી જલારામ પ્રાર્થના મંદિર પર વિશ્વાસ મુકી તક આપવા બદલ મંત્રી સહીતનાઓનો આભાર

ગુજરાત સરકારના મંત્રી કનુભાઈ દેસાઈ, મોરબી-માળીયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, મોરબી જીલ્લા કલેક્ટર સમગ્ર વહીવટી તંત્ર, પોલીસ ડીપાર્ટમેન્ટ, પી.જી.વી.સી.એલ. તથા મિડીયા કર્મીઓનો વાવાઝોડાં સંદર્ભે ઉત્કૃષ્ઠ કામગીરી બદલ મોરબી જલારામ મંદિરના અગ્રણીઓએ અભિનંદન સહ આભાર વ્યક્ત કર્યો હતો.તેમજ સેવાની તક આપવા બદલ તંત્રનો ખાસ આભાર માન્યો હતો

વાવાઝોડાંએ કહેર વર્તાવ્યો હતો ત્યારે મોરબી જીલ્લામાં પણ તેની ગંભીર અસરોનુ અનુમાન હતુ પરંતુ રાજ્ય સરકારના મંત્રી કનુભાઈ દેસાઈ, મોરબી-માળીયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, મોરબી જીલ્લા કલેક્ટર સમગ્ર વહિવટી તંત્ર, પોલીસ ડીપાર્ટમેન્ટ તેમજ મિડીયા કર્મીઓની ઉત્કૃષ્ઠ કામગીરી બદલ મોરબીમાં જાનહાની ટળી હતી તેમજ ઓછાંમાં ઓછું નુકસાન થયુ હતુ. તે બદલ મોરબી જલારામ પ્રાર્થના મંદિરના આગેવાનોએ તમામને ઉમદા કામગીરી બદલ અભિનંદન સહ આભારની લાગણી વ્યક્ત કરી છે.તે ઉપરાંત સ્થળાંતરિતો માટે ભોજન વ્યવસ્થા કરવાની ઉમદા તક શ્રી જલારામ પ્રાર્થના મંદિરને આપવા બદલ ટ્રસ્ટના પ્રમુખ ગીરીશભાઈ ઘેલાણી તથા શ્રી જલારામ સેવા મંડળના પ્રમુખ નિર્મિતભાઈ કક્કડે મંત્રી, ધારાસભ્ય, કલેક્ટર તેમજ વહિવટી તંત્રનો આભાર વ્યક્ત કર્યો છે.મોરબી-માળીયાના ધારસભ્યશ્રી કાંતિભાઈ અમૃતિયા તેમજ નાયબ કલેક્ટરએ જલારામ મંદિરની રબરૂ મુલાકાત લઈ સેવાકીય પ્રવૃતિને બિરદાવી હતી તેમજ મંત્રી કનુભાઈ દેસાઈએ ટ્રસ્ટના પ્રમુખ ગીરીશભાઈ ઘેલાણી સાથે ટેલિફોનીક વાત-ચીત કરી કામગીરીને બિરદાવી હતી.જીવના જોખમે વાવાઝોડામાં વિજ પૂરવઠો પૂર્વવત થાય તે માટે કાર્ય કરતા પી.જી.વી.સી.એલ.નો સ્ટાફ તેમજ હરહંમેશની જેમ નિડરતાથી વાવાઝોડાં સામે બાથ ભીડી લોકો સુધી સત્ય ખબર પહોંચાડનાર તમામ મિડીયા કર્મીઓને મોરબી જલારામ પ્રાર્થના મંદિરના આગેવાનોએ અભિનંદન પાઠવ્યા છે.






Latest News