વાંકાનેરમાં શનિવારે ગાયત્રી શકિતપીઠનો 34મો પાટોત્સવ ઉજવાશે મોરબીમાં ડ્રેનેજ-સ્ટ્રોમ વોટરના કામ માટે જુદાજુદા ત્રણ રોડને પોણો મહિના સુધી બંધ કરાયા મોરબી જિલ્લા કમલમ ખાતે પ્રભારી મંત્રીની હાજરીમાં ચૂંટણી લક્ષી બેઠક યોજાઈ મોરબીમાં શનિવારે ખાખરેચી દરવાજે આવેલ શ્રી લીલા લીમડાવાળી મેલડીનો નવરંગ માંડવો યોજાશે જય શ્રી રામના નારા સાથે મોરબીમાં રામ નવમીના દિવસે સમગ્ર હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો ભવ્ય શોભાયાત્રા યોજાઇ મોરબીના જલારામ ધામ ખાતે ભગવાન રામનું પૂજન, મહાઆરતી અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો મોરબી મહાપાલિકાની 12 બેઠકો ઉપર કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારોના નામ જાહેર કરાયા, જો સત્તા ઉપર કોંગ્રેસ આવશે તો કૌભાંડીયાઓ થશે જેલ ભેગા: પુષ્પરાજસિંહ જાડેજા મોરબી જિલ્લામાં LCB, SOG તેમજ જુદાજુદા પોલીસ સ્ટેશનમાંથી કુલ 12 પીએની બદલી, નવા 6 મુકાયા
Breaking news
Morbi Today

મોરબી : નીટના પરીણામમાં નવયુગ અને નાલંદા સ્કુલના વિદ્યાર્થીઓની હરણફાળ


SHARE











મોરબી : નીટના પરીણામમાં નવયુગ અને નાલંદા સ્કુલના વિદ્યાર્થીઓની હરણફાળ

ધોરણ ૧૨ સામાન્ય સાયન્સ પછી યોજાતી નીટની પરીક્ષામાં મોરબીની નવયુગ સ્કૂલ તેમજ નાલંદા સ્કૂલના વિદ્યાર્થીઓએ ઉજવળ પરિણામ પ્રાપ્ત કરેલ છે.

ધો.૧૨ સાયન્સનાં મેડિકલના વિદ્યાર્થીઓ માટેની મહત્વની નીટની પ્રવેશ પરીક્ષા હોય છે.તેમનું આજે રીઝલ્ટ આવ્યું છે તેમાં નવયુગ સાયન્સ સ્કૂલના વિદ્યાર્થી અઘેરા હિતએ ૭૨૦ માકર્સમાંથી ૬૭૫ માકર્સ મેળવીને સમગ્ર મોરબી જીલ્લામાં પ્રથમ નંબરનું સ્થાન પ્રાપ્ત કરી સમગ્ર મોરબી જિલ્લાનુ,પોતાના કુટુંબનું તેમજ શાળા પરીવારનું નામ રોશન કરેલ છે.ધો.૧૨ સાયન્સનાં રીઝલ્ટમાં જિલ્લા પ્રથમ બાદ સમગ્ર મોરબી જિલ્લાના ઇતિહાસમાં સૌપ્રથમ વખત નીટમાં ૬૭૫ માર્કસ સાથે નવયુગ સાયન્સ સ્કૂલે નવો રેકોર્ડ સ્થાપિત કર્યો છે.આવું ગૌરવપૂર્ણ રીઝલ્ટ લાવનાર અઘેરા હિતને તેમજ નીટના રીઝલ્ટમાં ૫૫૦ થી વધુ માર્કસ મેળવનાર નવયુગ સાયન્સ સ્કૂલના કુલ ૧૨ વિદ્યાર્થીઓને નવયુગ ગૃપ ઓફ એજયુકેશનના સુપ્રિમો પી.ડી.કાંજીયા તેમજ સમગ્ર શાળા પરિવારે તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.

નીટના પરિણામમાં નાલંદા સ્કૂલની વિદ્યાર્થીની કોરવાડીયા ભારવી જિલ્લામાં પ્રથમ
તાજેતરમાં ધો.12 સાયન્સનાં મેડીકલના પ્રવેશ માટેની નીટની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.જેમાં દર વષેઁની પરંપરા મુજબ મોરબીની નાલંદા સ્કુલના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ દેખાવ કરી ડંકો વગાડ્યો છે.જેમા કોરવાડીયા ભારવીઁએ ૭૨૦ માંથી ૬૭૫ માર્ક્સ મેળવીને સામગ્ર મોરબી જિલ્લામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે.પરિણામની વાત કરીએ તો શાળાના ૭ વિદ્યાર્થીઓએ ૬૦૦ થી વધુ માર્કસ, ૨૧ વિદ્યાર્થીઓએ ૫૫૦ થી વધુ માર્કસ, ૩૧ વિદ્યાર્થીઓએ ૫૦૦ થી વધુ માર્કસ અને ૭૨ વિધાથીઁઓએ ૪૦૦ થી વધારે માર્કસ મેળવ્યા છે.માત્ર નાલંદા સ્કુલના ૫૫ થી વધારે વિદ્યાર્થીઓ આ વષેઁ એમબીબીએસમાં એડમીશન મેળવશે જે મોરબી જિલ્લા માટે ગૌરવની વાત છે.થોડા સમય પહેલા જાહેર થયેલ ઝી-એકઝામમાં ૨૩ વિધાથીઁઓએ ૯૦ પીઆર મેળવી સમગ્ર જિલ્લામાં સૌથી વધારે વિદ્યાર્થીઓ સાથે પ્રથમ સ્થાન મેળવેલ વિધાથીઁઓની આ જવલંત સફળતા બદલ શાળાના સંચાલક હર્ષદભાઈ  ગામીએ તમામ વિધાર્થીઓ, તેમનાં માતા-પિતા અને સામગ્ર સ્ટાફને અભિનંદન પાઠવ્યા છે.
 

સાર્થક વિદ્યામંદિર
ગત વર્ષ ૨૦૨૨-૨૩ ના રોજ યોજાયેલ સંસ્કૃત ગૌરવ પરીક્ષામાં કુલ ૪૧,૮૬૮ સંસ્કૃત અનુરાગીઓએ સંસ્કૃત ગૌરવ પરીક્ષામાં આપી હતી.તેમાં સામાજીકો માટે વ્યક્તિગત પરીક્ષા તેમજ સામાજીક કે શૈક્ષણિક સંસ્થાના વિદ્યાર્થીઓ માટે પરીક્ષાનું આયોજન દરવર્ષ થાય છે.તેમાં જે સંસ્થામાં સંખ્યાની દ્રષ્ટિએ સમગ્ર રાજ્યમાંથી જે કેન્દ્રમાંથી સૌથી વધુ પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હોય તેવાં ગુર્જર એવમ્ સૌરાષ્ટ્ર પ્રાન્તમાંથી સંખ્યાની દ્રષ્ટીએ પ્રથમ સંસ્થાઓને વિશિષ્ટ સન્માન કરવામાં આવે છે.જેમાં મોરબી સાર્થક વિદ્યામંદિર રાજ્યમાં સંખ્યાની દ્રષ્ટ્રીએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે.ત્યારે ગુજરાત યુનીવર્સીટી ખાતે યોજાનાર સંસ્કૃતોત્સવમાં સન્માન પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે તેમ સંસ્કૃત ભારતીએ યાદીમાં જણાવેલ છે.






Latest News