વાંકાનેરમાં શનિવારે ગાયત્રી શકિતપીઠનો 34મો પાટોત્સવ ઉજવાશે મોરબીમાં ડ્રેનેજ-સ્ટ્રોમ વોટરના કામ માટે જુદાજુદા ત્રણ રોડને પોણો મહિના સુધી બંધ કરાયા મોરબી જિલ્લા કમલમ ખાતે પ્રભારી મંત્રીની હાજરીમાં ચૂંટણી લક્ષી બેઠક યોજાઈ મોરબીમાં શનિવારે ખાખરેચી દરવાજે આવેલ શ્રી લીલા લીમડાવાળી મેલડીનો નવરંગ માંડવો યોજાશે જય શ્રી રામના નારા સાથે મોરબીમાં રામ નવમીના દિવસે સમગ્ર હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો ભવ્ય શોભાયાત્રા યોજાઇ મોરબીના જલારામ ધામ ખાતે ભગવાન રામનું પૂજન, મહાઆરતી અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો મોરબી મહાપાલિકાની 12 બેઠકો ઉપર કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારોના નામ જાહેર કરાયા, જો સત્તા ઉપર કોંગ્રેસ આવશે તો કૌભાંડીયાઓ થશે જેલ ભેગા: પુષ્પરાજસિંહ જાડેજા મોરબી જિલ્લામાં LCB, SOG તેમજ જુદાજુદા પોલીસ સ્ટેશનમાંથી કુલ 12 પીએની બદલી, નવા 6 મુકાયા
Breaking news
Morbi Today

મોરબીમાં શહેર ભાજપ, જડેશ્વર મંદિર, માટેલ મંદિર, વરિયા સમાજ, આરએસએસ સહિતની ટીમે આવી આશ્રિતોની વાહરે


SHARE











મોરબીમાં શહેર ભાજપ, જડેશ્વર મંદિર, માટેલ મંદિર, વરિયા સમાજ, આરએસએસ સહિતની ટીમે આવી આશ્રિતોની વાહરે

વાવાઝોડું ત્રાટકવાની શક્યતા છે ત્યારે જુદીજુદી સંસથાઓ દ્વારા ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવી રહ્યા છે અને જુદાજુદા વિસ્તારમાં સ્થળાંતર કરવામાં આવેલ લોકોને પહોચડવા માટેની તૈયારી કરવામાં આવી રહી છે જેમાં સુખડી, લડવા અને સૂકા ફરસાણના પેકેટ તૈયાર રાખવામા આવેલ છે

અસરગ્રસ્તો માટે ભોજનની વ્યવસ્થા કરવાની જીલ્લા કલેકટરને સુચના અન્વયે માટેલ ખોડીયાર માતાજી મંદિરના પુજારી દ્વારા ૧૫૦૦ ફૂડ પેકેટ તૈયાર કરી દેવામાં આવ્યા છે આશ્રય સ્થાન ખાતે રહેનાર અસરગ્રસ્તોને જરૂરત પડ્યે તૈયાર કરેલ ફૂડ પેકેટ પહોંચાડવામાં આવશે આવી જ રીતે ઝીંઝુડા ગામે આવેલ ગર્લ્સ હોસ્ટેલ ખાતે ૭૬ લોકોને આશરો આપવામાં આવેલ છે ત્યાં આરએસએસ અને સીમા જાગરણ મંચના કાર્યકરોએ મુલાકાત લીધી હતી અને લોકોને ફૂડ પેકેટ અને બિસ્કીટનું વિતરણ કર્યું હતું તેમજ ૩થી ૪ દિવસ ચાલે તેટલી રાશન સામગ્રી અસરગ્રસ્તોને પહોંચે તે માટે તૈયારી દર્શાવી હતી આ તકે વિપુલભાઈ અઘારાલલિતભાઈ ભાલોડીયારાજેશભાઈ એરણીયા સહિતના હાજર રહ્યા હતા

મોરબીમાં વરિયા પ્રજાપતિ સમાજ દ્વારા અસરગ્રસ્તો માટે બે હજાર ફૂડ પેકેટ તૈયાર કરાયા છે. જેની માહિતી આપતા બીપીનભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે વરિયા પ્રજાપતિ સમાજના લોકોએ વાવાઝોડાને પગલે બે હજાર ફૂડ પેકેટ તૈયાર કરેલ છે  ત્યારે સમાજના આગેવાન ગોકળભાઈઈશ્વરભાઈપ્રવીણભાઈમનુભાઈમહાદેવભાઈધર્મેન્દ્રભાઈ અને હર્ષદભાઈ સહિતના આ સેવા કાર્યમાં જોડાયા હતા તો દરિયા કિનારાના વિસ્તારોના અસરગ્રસ્તો સલામત સ્થળે ખસેડી દેવામાં આવ્યા છે. ત્યારે વાંકાનેરના જડેશ્વર મંદિર ખાતે સેવાભાવીઓ દ્વારા એક હજાર ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવ્યા છે અને અસરગ્રસ્તોના આશ્રયસ્થાન પર આ ફૂડ પેકેટ પહોંચાડવા આવશે.

મોરબી જિલ્લામાં વાવઝોડાના ખતરાને પગલે મોરબી શહેર ભાજપની ટીમે પણ ફૂટ પેકેટ તૈયાર કરેલ છે અને ચોખા ઘીની સુખડીના બે હજારથી વધુ પેકેટ તૈયાર કરવામાં આવેલ છે આ કામગીરી શનાળા રોડ હાઉસિંગ બોર્ડના ખાતે કરવામાં આવેલ છે તેવું મોરબી શહેર ભાજપના પ્રમુખ લાખાભાઇ જરિયા, મહામંત્રી ભાવેશભાઈ કંઝારીયા અને રિશીપભાઈ કૈલાએ માહિતી આપતા જણાવ્યુ છે વધુમાં તેમણે કહ્યું છે કે, અસરગ્રસ્ત વિસ્તારમાંથી લોકોને આશ્રયસ્થાનો ઉપર આ ફુડ પેકેટ આપવામાં આવશે અને આ રાહત રસોડાની કેબીનેટ મંત્રી કનુભાઇ દેસાઇ તેમજ ધારાસભ્ય કાંતિભાઇ અમૃતિયાએ પણ મુલાકાત લીધી હતી






Latest News