મોરબી, વાંકાનેર, મથક અને મંગળાપુર ગામે જુગારની રેડમાં 12 શખ્સ પકડાયા મોરબીના જમના એપાર્ટમેન્ટમાં ગળાફાંસો ખાઇને વૃદ્ધે કર્યો આપઘાત: શક્તિનગર સોસાયટીમાં રહેતા આધેડનું હાર્ટ એટેકથી મોત મોરબી નાગરિક સહકારી બેંકનું મંત્રી-સાંસદની હાજરીમાં રીનોવેશન કામ શરૂ કરાયું મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોના હિતમાં મેયરને કરવામાં આવી રજૂઆત મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા વિર સાવરકર વિશે પ્રશ્ન પૂછવા બદલ શિક્ષકને સસ્પેન્ડ કરવાના વિરોધમાં કલેકટરને આવેદન અપાયું મોરબી જીલ્લામાં વિવિધ સંગઠનોના શ્રમિકોના પડતર પ્રશ્નો માટે ભારતીય મજબૂર સંઘ દ્વારા આવેદન અપાયું જીવા રાજી તો શિવ રાજી: મોરબીમાં શ્રાવણના પ્રથમ સોમવારે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાતું યંગ ઈન્ડિયા ગ્રૂપ મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કવિ સંમેલન-કાવ્યલેખન સ્પર્ધાનું આયોજન
Breaking news
Morbi Today

હળવદમાં ત્રણ વ્યક્તિઓને પાઇપ વડે પાંચ શખ્સોએ મારમાર્યો: જાનથી મારી નાખવાની ધમકી


SHARE







હળવદમાં ત્રણ વ્યક્તિઓને પાઇપ વડે પાંચ શખ્સોએ મારમાર્યો: જાનથી મારી નાખવાની ધમકી

હળવદના આંબેડકર સર્કલ પાસે વાહન અકસ્માતમાં બનાવ બન્યો હતો ત્યારબાદ ઝઘડો થયો હતો અને મારામારી થઈ હતી જેની અગાઉ એક ફરિયાદ નોંધાઈ હતી અને હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે વળતી ફરિયાદ નોંધાઇ છે જેમાં ત્રણ વ્યક્તિઓને પાંચ શખ્સો દ્વારા પાઇપ વડે માર મારવામાં આવ્યો હોવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાઇ છે જેથી કરીને પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવી જાણવા મળતી માહિતી મુજબ હળવદમાં આવેલ ખારીવાળી વિસ્તારમાં હનુમાનજીના મંદિર પાસે રહેતા વિપુલભાઈ ધીરજભાઈ તારબુંદીયા જાતે દલવાડી (૨૮) એ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હાલમાં કિશન ઉર્ફે કાળુ, કિશનનો ભાઈ ભોડી, ભાવેશ ઉર્ફે ભાવુભા ઠાકોર, કિસનના કાકાનો દીકરો તથા દેવાભાઈ કોળીનો છોકરો ભૂરો આ પાંચ શખ્સોની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, હળવદમાં આવેલ આંબેડકર સર્કલ પાસે ફરિયાદીના બાઈક સાથે આરોપી કિશન બાબરીયાએ તેનું એકટીવા અથડાવ્યું હતું અને ત્યારબાદ કિસાનને ફરિયાદી ગાળો આપી હતી અને ઝઘડો શરૂ કર્યો હતો દરમિયાન ચાર શખ્સો કાળા કલરની ગાડીમાં ત્યાં આવ્યા હતા અને તેઓએ પાઇપ વડે ફરિયાદીના ભાઈ અનિલ તથા કાકા બળદેવભાઈને લોખંડના પાઇપ વડે માથા અને શરીરના ભાગે માર માર્યો હતો તથા ફરિયાદીને છુટ્ટા પથ્થરાઓ મારીને માર મારવામાં આવ્યો હતો. તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાન સહિતના ત્રણેય ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા અને સારવાર લીધા બાદ વિપુલભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે પાંચ શખ્સોની સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News