મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

ટંકારાના વહીવટીયાના વાયરલ વિડીયો-ઓડિયોની તટસ્થ તપાસ થાય તો ભડકો થવાના એંધાણ


SHARE







ટંકારાના વહીવટીયાના વાયરલ વિડીયો-ઓડિયોની તટસ્થ તપાસ થાય તો ભડકો થવાના એંધાણ

ટંકારા તાલુકાના જબલપુર ગામના ખેડૂતને સરકારી કાગળની જરૂર હતી જે વચેટિયાએ વહીવટ કરીને આપ્યો હતો જેથી કરીને આરોપી મહેશ ગોપાણી સામે ફરિયાદ નોંધવામાં આવી છે જો કે, તેના વાઇરલ થયેલા ઓડિયો અને વિડિયોને જાહેર કરવામાં આવ્યા છે તેની તપાસ કરવામાં આવે તો જીલ્લામાં ભડકો થવાના એંધાણ છે

મોરબી જીલ્લામાં સરકારી કચેરીમાં કાગળ મેળવવા માટે કેટલી કષ્ટી અને કસરત કરવી પડે છે ત્યારે કોઈ વચેટીયો કેવો કળા કરી રૂપિયા લઈને કાગળ આપે છે તેનો વિડીયો અને ઓડીયો વાઇરલ થયેલ છે અને તેના આધારે ટંકારા પોલીસ સ્ટેશને ગુનો પણ નોંધાયેલ છે જો કે, આરોપી મહેશ હજુ પકડાયેલ નથી ત્યારે આ ગુનામાં આરોપીએ એક લાખ રૂપિયા લીધા હતા તેમાંથી કોને કોને ભાગ મળ્યા છે ?, ઓડિયોમાં જેના નામ લેવામાં આવે છે તે શખ્સો કોણ છે ? તેની સરકારી કચેરીઓમાં શું ભૂમિકા હોય છે ? તે સહિતની દિશામાં તપાસ કરવામાં આવે તો અનેક ચોકાવનારી માહિતી સામે આવે તેમ છે અને હાલમાં જે માહિતી એસએમે આવી છે તેને લઈને ટંકારામાં એવી ચર્ચા થઈ રહી છે કે, શું ટંકારા તાલુકાનું જુનું રેકર્ડ પૈસા છાપવાનું મશીન છે ? જો ન હોય તો પંચરોજકામની કોપી જે સામે આવી છે તે ગયા વર્ષે કેવી રીતે નીકળી ?, વચેટીયાને પ્રોત્સાહન કોને આપ્યું ? તેવા અનેક  સવાલ છે ત્યારે જો વાઇરલ વિડીયો અને ઓડીયોની નિષ્પક્ષ અને ન્યાયીક તપાસ થશે તો જ હક્કિત સામે આવશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી






Latest News