મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

સમાજ માટે લાલબતી: મોરબી જીલ્લામાં જુદાજુદા બે બનાવમાં બે સગીરા પ્રેગ્નેટ હોવાનું ખૂલ્યું


SHARE







સમાજ માટે લાલબતી: મોરબી જીલ્લામાં જુદાજુદા બે બનાવમાં બે સગીરા પ્રેગ્નેટ હોવાનું ખૂલ્યું

મોરબી જિલ્લામાં અગાઉ મહિલા, યુવતી તથા વિદ્યાર્થીઓની છેડતી અને દુષ્કર્મ સહિતના બનાવો સામે આવી ચૂક્યા છે ત્યારે વધુ બે ઘટનાઓ સમાજને ચોંકાવી નાખે તેવી સામે આવી રહી છે સૂત્રો પાસેથી જાણવા મળતી હોય તે પ્રમાણે મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તાર અને ટંકારા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રોજગારી મેળવવા અને પરિવારનું ગુજરાન ચલાવવા માટે બહારથી આવેલા જુદા જુદા બે પરિવારની બે સગીર દીકરીઓને પેટમાં દુખાવો ઉપાડયા બાદ તેને હોસ્પિટલે સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યાં સારવાર દરમિયાન તે બંને સગીરાઓ પ્રેગનેટ હોવાની માહિતી સામે આવી હતી જેથી કરીને હોસ્પિટલ મારફતે આ બંને ઘટનાઓ અંગેની સ્થાનિક પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી હતી અને સ્થાનિક પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી શહેર અને જિલ્લામાં ઘણી વખત ચોકાવનારા બનાવો સામે આવતા હોય છે તેવી જ રીતે હાલમાં જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારની અંદર રોજગારી મેળવવા માટે થઈને આવેલ પરિવારની સગીર દીકરીને પેટમાં દુખાવો ઉપડ્યો હતો જેથી કરીને તેને સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેની સારવાર દરમિયાન સગીરા પ્રેગ્નેટ હોવાનું સામે આવ્યું હતું જેથી આ બનાવવાની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી જોકે, સગીરા પ્રેગનેટ કેવી રીતે થઈ તે સૌથી મોટો સવાલ હોય તે દિશામાં પોલીસે સગીરાનું કાઉન્સિલિંગ કરીને તેની પૂછપરછ કરી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે

જ્યારે બીજા બનાવમાં મૂળ એમપીનો રહેવાસી પરિવાર ટંકારા તાલુકાના વિસ્તારમાં રહીને મજૂરી કામ કરી પોતાનું ગુજરાન ચલાવતો હતો તેની દીકરીને પેટમાં દુખાવો ઉપડતા તેને પણ સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં સારવાર દરમિયાન તે સગીરા પ્રેગનેટ હોવાનું સામે આવ્યું હતું જેથી આ અંગેની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવમાં પણ સગીરાનું કાઉન્સિલિંગ કરીને તે પ્રેગનેટ કઈ રીતે થઈ તે અંગેની માહિતી મેળવવા માટેની તજવીજ પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે અને પરિવારજનો દ્વારા પણ દીકરીને વિશ્વાસમાં લઈને આ અંગેની માહિતી મેળવવા માટેની તજવીજ કરવામાં આવી રહી છે






Latest News