મોરબી, વાંકાનેર, મથક અને મંગળાપુર ગામે જુગારની રેડમાં 12 શખ્સ પકડાયા મોરબીના જમના એપાર્ટમેન્ટમાં ગળાફાંસો ખાઇને વૃદ્ધે કર્યો આપઘાત: શક્તિનગર સોસાયટીમાં રહેતા આધેડનું હાર્ટ એટેકથી મોત મોરબી નાગરિક સહકારી બેંકનું મંત્રી-સાંસદની હાજરીમાં રીનોવેશન કામ શરૂ કરાયું મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોના હિતમાં મેયરને કરવામાં આવી રજૂઆત મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા વિર સાવરકર વિશે પ્રશ્ન પૂછવા બદલ શિક્ષકને સસ્પેન્ડ કરવાના વિરોધમાં કલેકટરને આવેદન અપાયું મોરબી જીલ્લામાં વિવિધ સંગઠનોના શ્રમિકોના પડતર પ્રશ્નો માટે ભારતીય મજબૂર સંઘ દ્વારા આવેદન અપાયું જીવા રાજી તો શિવ રાજી: મોરબીમાં શ્રાવણના પ્રથમ સોમવારે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાતું યંગ ઈન્ડિયા ગ્રૂપ મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કવિ સંમેલન-કાવ્યલેખન સ્પર્ધાનું આયોજન
Breaking news
Morbi Today

હળવદમાં એક્ટિવા-બાઇક અથડાયા બાદ યુવાનને ચાર શખ્સોએ પાઇપ-ટામી વડે માર માર્યો


SHARE







હળવદમાં એક્ટિવા-બાઇક અથડાયા બાદ યુવાનને ચાર શખ્સોએ પાઇપ-ટામી વડે માર માર્યો

હળવદમાં આવેલ આંબેડકર સર્કલ પાસે એક્ટિવા અને બાઈક વચ્ચે અકસ્માતનો બનાવ બન્યો હતો અને ત્યારે એક્ટિવા ચાલક યુવાનને ગાળો આપીને લોખંડના પાઇપ અને ટામી વડે માર માર્યો હતો જેથી ઇજા પામેલ યુવાનને સારવાર લઈને આવ્યા હતા અને હાલમાં તેને ચાર શખ્સોની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આગળની રાવેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદમાં ધ્રાંગધ્રા દરવાજા પાસે આવેલ રાવલ ફળીમાં રહેતા કિશનભાઇ ઉર્ફે કાળુ પ્રવીણભાઈ બાબરીયા જાતે કોળી (૨૪)એ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અનિલભાઈ ધીરાજીલાલ દલવાડી, વિપુલભાઈ ધીરજલાલ દલવાડી, બળદેવભાઈ મનજીભાઈ દલવાડી અને ભરતભાઈ મનજીભાઈ દલવાડી રહે. બધા ખારી વાળી હનુમાનજી મંદિર પાસે હળવદ વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે, હળવદમાં આવેલ આંબેડકર સર્કલ પાસેથી તે પોતાનું એકટીવા લઈને જતો હતો ત્યારે આરોપી અનિલના બાઇકની સાથે એક્સિડન્ટ થયું હતું જેથી કરીને અનિલે તે બાબતનું મનદુઃખ રાખીને તેને ગાળો આપી હતી અને ફરિયાદી યુવાનને જમણા પગે લોખંડનો પાઇપ માર્યો હતો તેમજ વિપુલે ફરિયાદીને માથાના ભાગે લોખંડની ટામી મારી હતી અને આરોપી ભરતભાઈએ ફરિયાદીને પકડી રાખ્યો હતો ત્યારે બળદેવભાઈએ લોખંડના પાઈપ વડે મુઢમાર મારીને ઇજા કરી હતી જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા સારવાર લેવામાં આવ્યા બાદ હાલમાં ચાર શખ્સોની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આરોપીઓને પકડવા માટે તજવી શરૂ કરેલ છે






Latest News