મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીના ઉદ્યોગકારોની એક પાવલી પણ ખોટી થશે નહી: ગૃહમંત્રી હર્ષ સંઘવીની બાહેંધરી


SHARE











મોરબીના સીરામીક સહિતના ઉદ્યોગકારોના તેઓના ફ્રોડ વેપારીઓ પાસે કરોડો રૂપિયા ફસાઈ ગયા છે જે રૂપિયા પાછા લાવવા માટે થઈને રાજ્યના ગૃહમંત્રી દ્વારા મોરબી માટે સ્પેશ્યલ ઇન્વેશટીંગેશન ટીમ (સીટ)ની રચના કરવામાં આવી છે અને સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા મોરબીના ઉદ્યોગકારોના જે રૂપિયા ફસાયા છે તેના માટે ખાસ એક્શન પ્લાન બનાવીને તે રૂપિયા પરત લાવવા માટેનો પ્રયત્ન શરૂ કરવામાં આવશે અને તેના ઉપર રેન્જ આઈજી તથા મોરબીના એસપીનું સીધું મોનિટરિંગ રહેશે અને મોરબીના ઉદ્યોગકારોની એક પાવલી પણ ખોટી ન થાય તે દિશામાં પોલીસ વિભાગ કામ કરશે તેવી રાજ્યના ગૃહમંત્રીએ બાહેંધરી આપેલ છે

મોરબીની આસપાસના વિસ્તારમાં વિશ્વ કક્ષાનો સિરામિક ઉદ્યોગ આવે છે તેની સીથોસાથ પેપરમીલ, પેકેજીંગ સહિતના નાના-મોટા ૨૫૦૦ જેટલા ઉદ્યોગો આવેલા છે અને તે કારખાનાઓની અંદર લાખો લોકોને સીધી કે આડકતરી રીતે રોજગારી મળી રહી છે ત્યારે મોરબીના ઉદ્યોગકારો દ્વારા તેના ગ્રાહકોને વિશ્વાસ કરીને ઉધારીમાં જે માલ આપવામાં આવે છે અને માલ વેપારી પાસે પહોંચી ગયા બાદ વેપારીઓ દ્વારા મોરબીના ઉદ્યોગકારોને તેમના પૈસા ન આપવામાં આવે, તેમની સાથે ચીટીંગ કરવામાં આવે, તેમને યોગ્ય જવાબ ન આપવામાં આવે આવી ઘણી બધી ફરિયાદો છેલ્લા વર્ષોમાં સામે આવી છે અને તેના નિવારણ માટે થઈને મોરબી માળિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, સાંસદ મોહનભાઈ કુંડારીયા, મોરબી સિરામિક એસોસિયેશનના પ્રમુખ મુકેશભાઈ કુંડારીયા, હરેશભાઈ બોપલિયા, વિનોદભાઈ ભાડજા અને કિરીટભાઈ ઓગણજા ની ટીમ દ્વારા વારંવાર આ બાબતે રાજ્યના ગૃહમંત્રી અને મુખ્યમંત્રીને રજૂઆતો કરવામાં આવી હતી

જેને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની સીધી દેખરેખ હેઠળ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા મોરબીના સીરામીક સહિતના ઉદ્યોગકારોના જે કરોડો રૂપિયા તેમના વેપારીઓમાં ફસાયેલા છે તેને પાછા લાવવા માટે થઈને સ્પેશિયલ ઇન્વેશટીગેશન ટીમની રચના કરવામાં આવી છે અને તેના ઉપર આઇજી અને એસપી નું સીધું મોનિટરિંગ રહેશે અને લાખો લોકોને રોજગારી આપતા ઉદ્યોગકારો કે જે સરકારને પણ અનેક ગણો ટેક્સ આપતા હોય છે તે ઉદ્યોગકારોની એક પાવલી પણ ખોટી ન થાય તેના માટેની જવાબદારી અને બાહેધરી સમગ્ર પોલીસ વિભાગ વતી રાજ્યના ગૃહમંત્રી દ્વારા લેવામાં આવેલ છે અને તેના માટે થઈને મોરબી સિરામિક ઉદ્યોગ તરફથી પણ પૂરતો સહકાર, પુરી માહિતી અને ફ્રોડ વેપારીઓનો ડેટા આપવામાં આવે તેવી પણ ગૃહમંત્રી દ્વારા ટકોર કરવામાં આવી હતી






Latest News