ભારત વિકાસ પરિષદ-મોરબી દ્વારા રાહતદરે ફૂલસ્કેપ નોટબુક વિતરણ કાર્યક્રમને ઉત્સાહભેર પ્રતિસાદ શ્રી ક્રિષ્ના ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ મોરબી દ્વારા જીલ્લાની સરકારી શાળાના બાળકોને રાહત દરે ફૂલસ્કેપ ચોપડા વિતરણ ટંકારાના લજાઈ-હડમતીયા રોડ ઉપર ડબલ સવારી બાઈક ટ્રક સાથે અથડાતા બે યુવાનોના મોત વાંકાનેર નજીક કાર ચાલકે બાઇકને હડફેટે લેતા કાકા-3 વર્ષના ભત્રીજાનું મોત: એકને ઇજા મોરબીના થોરાળા અને પંચાસર વચ્ચે ટ્રેકટર અને ઇકો વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં એક યુવાનનું મોત આદિપુરથી દ્વારકા દર્શને જતાં પરિવારની કારનો માળીયા (મી)ના બરાર ગામના પાટિયા નજીક ટ્રક સાથે અકસ્માત: એક યુવતીનું મોત, 4 ને ઇજા મોરબી: રાજયની દરેક એસ.ટી.વિભાગીય કચેરીએથી ડ્રાઇવર-કંડકટરોની ભરતી પ્રક્રિયા કરવા માંગ માળીયા (મી)ના વીર વિદરકા ગામ પાસેથી દેશી બનાવટની બંદૂક સાથે એક શખ્સ ઝડપાયો
Breaking news
Morbi Today

હળવદના ચરાડવા પાસે નદીના વોંકડામાંથી દારૂની ૨૦ બોટલ સાથે એક શખ્સ પકડાયો


SHARE











હળવદના ચરાડવા પાસે નદીના વોંકડામાંથી દારૂની ૨૦ બોટલ સાથે એક શખ્સ પકડાયો

હળવદ તાલુકાના ચરાડવા ગામ તરફ જવાના રસ્તે નદીના વોંકડા પાસે દારૂનો જથ્થો હોવાની બાતમી મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં દારૂની રેડ કરવામાં આવતા સ્થળ ઉપરથી દારૂની ૨૦ બોટલ સાથે એક શખ્સ મળી આવ્યો હોય પોલીસે ૬૦૦૦ રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને હાલમાં એક શખ્સની ધરપકડ કરી છે અને તેની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી તેની પાસેથી મળી આવેલ દારૂની બોટલ તે ક્યાંથી લાવ્યો હતો તે દિશામાં તપાસ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે હળવદ તાલુકા પોલીસને બાતમી મળી હતી કે હળવદ તાલુકાના ચરાડવા ગામેથી ખરેડા ગામ તરફ જવાના રસ્તા ઉપર આવેલ દરગાહ પાસે નદીના વોંકડામાં દારૂનો જથ્થો છે જેથી કરીને પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની ૨૦ બોટલો મળી આવી હોય પોલીસે ૬૦૦૦ રૂપિયાની કિંમતની દારૂની બોટલો કબજે કરી હતી અને આ દારૂના જથ્થા સાથે મેરૂભાઈ અરજણભાઈ ચૌહાણ (૨૪) રહે. નવા તળાવ આંબેડકરનગર ચરાડવા વાળો મળી આવ્યો હોય પોલીસે તેની ધરપકડ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News