મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ અને ડીડીઓની હાજરીમાં તિરંગા યાત્રા યોજાઈ મોરબી જિલ્લા પંચાયતમાં 6 વર્ષ પહેલા મંજૂર કરાયેલ 8 કામ ન કરવામાં આવતા અંતે રદ્દ કરાયા ફાર્મર જેન-ઝી સમગ્ર ગુજરાતમાં પૂરા વળતર માટે ખાનગી કંપની અને ગુજરાત સરકારને ઝુકાવશે: મોરબીના જેતપર ગામેથી ખેડૂતોનો લલકાર મોરબીના મહેન્દ્રનગર ગામે ભાઈને સ્કૂલે મૂકવા જવાનું કહીને ઘરેથી નીકળેલ યુવતી ગુમ મોરબીના ગાળા ગામ પાસે કારખાનામાં પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી 2 વર્ષના બાળકનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં સગર્ભા મહિલાને પેટમાં દુખાવો ઉપડ્યા બાદ સારવાર મળે તે પહેલ જ મોત


SHARE







મોરબીમાં સગર્ભા મહિલાને પેટમાં દુખાવો ઉપડ્યા બાદ સારવાર મળે તે પહેલ જ મોત

મોરબી શહેરના વાઘપરા વિસ્તારમાં રહેતી સગર્ભા મહિલાને પેટમાં દુખાવો ઉપાડતા તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કરી હતી જેથી કરીને આ બનાવ અંગેની મૃતક મહિલાના પતિએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવી જાણવા મળતી માહિતી મુજબ મોરબીના વાઘપરા શેરી નંબર-૧૨ માં ઠાકર લોજની પાછળના ભાગમાં રહેતા ધર્મેશભાઈ અમૃતભાઈ સાંકડેચા જાતે ગુર્જર સુથારના પત્ની મોનિકાબેન ધર્મેશભાઈ સાંકડેચા (૨૭) ને આઠેક માસનો ગર્ભ હોય ગર્ભવતી મહિલાને પેટમાં દુખાવો ઉપડ્યો હતો જેથી કરીને તેને સારવાર માટે મોરબી શહેરમાં આવેલ આશીર્વાદ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તે મહિલાને જોઈ તપાસીને મૃત જાહેર કરી હતી જેથી કરીને આ બનાવ અંગેની મૃતક મહિલાના પતિ ધર્મેશભાઈએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના એએસઆઈ જે.એ. ઝાલા ચલાવી રહ્યા છે






Latest News